Gujarat

સાવરકુંડલા સરકારી નર્સિંગ કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવાતાં ગ્રાહક સુરક્ષા સપ્તાહ નિમિત્તે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા એક ભવ્ય સેમિનાર યોજાયો.અંતમાં ગ્રાહક સુરક્ષા સપ્તાહનું પણ સમાપન થયું. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં તારીખ ૨૯ ડિસેમ્બરનાં રોજ અહીં આવેલી સરકારી નર્સિંગ કોલેજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકોમાં  જાગૃતિ લાવવાના આશયથી સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઇ હીરાણી, બિપીનભાઈ પાંધી તથા હર્ષદભાઈ જોશી દ્વારા અહીં ઉપસ્થિત તમામ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓને  ગ્રાહક સુરક્ષા સંબંધિત ખૂબ રોચક અને વિશદ છણાવટ કરી અને ગ્રાહક એ બઝારનો રાજા છે. તેમને આપવામાં આવેલાં કેટલાક અધિકારોની તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં ઉપસ્થિત તમામ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓએ પણ આ સેમિનાર ખૂબ જ શાંતચિતે અહીંથી આપવામાં આવેલી તમામ બાબતોને ખૂબ જ ધ્યાન અને રસપૂર્વક સાંભળી અને પોતાના વહેવારું જીવનમાં ઉતારવાનો સંકલ્પ પણ કર્યો હતો.
અંતમાં તમામ વિદ્યાર્થીનીઓને સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકો સુરક્ષા સંબંધિત લેટેસ્ટ માહિતી દર્શાવતાં રસપૂર્ણ પેમ્પેલેટનું વિતરણ પણ કરવામાં આવેલ.આમ ખૂબ સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન  ઉપસ્થિત તમામે ભારે શિસ્ત અને શાંતિ જાળવી હતી..

IMG-20211229-WA0213.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *