ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ફરી કેટલાક દર્શકોએ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પર વંશીય ટિપ્પણી કરી છે. સિરાજ બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. ટીમ ઇન્ડિયાએ મેચ દરમિયાન આ વાતની ફરિયાદ એમ્પાયરને કરી, ત્યાર બાદ સુરક્ષા કર્ચમારીઓએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેસેલા દર્શકોના એ ગ્રુપને બહાર કરી દીધુ, જેઓ સિરાજ પર વંશીય ટિપ્પણી કરી રહ્યા હતા.
ભારતીય ટીમ મેનેજમેન્ટ સિડની ક્રિકેટ સ્ટેડિયમમાં દર્શકોના વ્યવહારથી બિલકુલ ખુશ નથી. ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ સુરક્ષા અધિકારીઓ સાથે ટી બ્રેક દરમિયાન આ ઘટના પર ઘણી ચર્ચા કરી હતી. સિડની ટેસ્ટના ત્રીજા દિવસે પણ સિરાજ પર સતત કોમેન્ટ કરવામાં આવી. ગ્રાઉન્ડમાં હાજર દારૂના નશામાં કેટલાક દર્શકોએ સિરાજને ગાળ આપી હતી. આ ઘટના પછી ભારતીય ક્રિકેટ ટીમે સત્તાવાર રીતે ફરિયાદ દાખલ કરી હતી
