Gujarat

સિવિલ ઇજનેર પુત્રીને વિધર્મીએ ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ

આણંદ
આણંદ ખાતે સિવિલ એન્જિનિયર તરીકે નોકરી કરતી તેમની ૨૦ વર્ષીય પુત્રીને ઓએનજીસીમાં નોકરી અપાવવાની લાલચ આપીને તેની બહેનપણી ઉન્નતી સારસ અને ચિરાગ પ્રજાપતિ (રહે. મહેસાણા હાઈવે રોડ)એ ઓએનજીસીમાં નોકરી કરતા ફિરોઝ ખાન સાથે સંપર્ક કરાવ્યો હતો. જાેકે નોકરી માટે તેમણે રૂપિયા પાંચ લાખ માગ્યા હતા. પરિવાર આર્થિક રીતે સંપન્ન ન હોઈ, પૈસા પરિવારે આપ્યા નહોતા. બીજી તરફ, ફિરોઝના દીકરા મોઈનુદ્દીને યુવતી સાથે ઘરોબો કેળવ્યો હતો અને તેને ગત પહેલી જુલાઈએ ભગાડી ગયો હતો. એ સંદર્ભે પરિવારે પોલીસ સ્ટેશનને જાણ કર્યા બાદ ૧૨મી જુલાઈના રોજ તેને પોલીસ સ્ટેશને હાજર કરાઈ હતી. જાેકે એ પછીથી પુનઃ ૩૦મી જુલાઈના રોજ તે તેને ભગાડી ગયો હતો. એ દિવસથી આજ દિન સુધી તેનો કોઈ પતો નથી. ખંભાત શહેર પોલીસ સ્ટેશને હું ગત જુલાઈમાં ગયો હતો. એ સમયે ત્યાં હાજર પોલીસકર્મીઓએ આ મેટરમાં ફરિયાદ ન થાય એમ કહીને જાણે હું આરોપી હોય એવો વ્યવહાર મારી સાથે કર્યો હતો. એ પછી તેમણે મારી અરજી લીધી હતી. પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરી નહોતી અને અરજી પણ ક્યાંક ગુમ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. નરેશભાઈ દરજીએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વિધર્મી યુવક નોકરીની લાલચ આપીને તેને મહેસાણા ખાતે લઈ ગયો હતો. જ્યાં તેઓ મહેસાણાના શૈલેષ ઠાકોર નામની વ્યક્તિના ઘરે બે દિવસ રોકાયા હતા. ત્યાર બાદ શૈલેષ ઠાકોરે મહેસાણામાં મોઠેરા ચોકડી પર રૂમ અપાવી હતી. ચિરાગ ઠાકોર ઉપરાંત બીજાે એક શખસ ચિરાગ પ્રજાપતિએ શખસને કાવતરું પાર પાડવામાં મદદ કરી હતી‘સાહેબ, છેલ્લા ત્રણ મહિનાથી મારી પુત્રીને મેં જાેઈ નથી. મેં મારી પુત્રીનો અવાજ પણ સાંભળ્યો નથી. મારી પુત્રી જીવે છે કે મરી ગઈ છે એની જ મને ખબર નથી’, આ શબ્દો છે ખંભાતના કડિયાપોળમાં રહેતા પીડિત નરેશભાઈ હરકિનશભાઈ દરજીના. તેમની ૨૦ વર્ષીય પુત્રીને વિધર્મી યુવક નોકરીની લાલચ આપીને ગત જુલાઈમાં ભગાડી ગયો હતો, પરંતુ એ પછીથી તેનો કોઈ પતો નથી. આ મામલે ખંભાત શહેર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતાં તેમણે આણંદ જિલ્લા કલેક્ટરને આવેદન આપી કાર્યવાહી કરવાની માગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *