ગિરગઢડા
ભરત ગંગદેવ
તાજેતરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામેલા ભારતીય લશ્કરના સી.ડી.એસ.બીપીન રાવતજી,તેમનાં ધર્મપત્ની મધુલિકા સિંહ તેમજ વીર જવાનોની શહીદીથી સમગ્ર ભારત દેશ ઉપરાંત વિદેશોમાં પણ આઘાતની લાગણી પ્રસરી છે.સમગ્ર ભારત દેશમાં અનેક સ્થળોએ શ્રધ્ધાંજલી કાર્યક્રમો પણ યોજાયા છે.
તાજેતરમાં જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા 177 મા ગુરૂવારે જીતુભાઈ રાફુવાળાના સૌજન્યથી માવડી મા ના મંદિરે જલારામ બાપાનાં ભજન હતાં ત્યારે પણ સી.ડી.એસ.રાવતજી સહિત સૌને બે મિનિટ મૌન પાળી દિવ્ય શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.આ શ્રધ્ધાંજલી સમયે સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ,આત્મારામભાઈ ઓઢાવાળા,આનંદભાઈ પી.ઠકકર, મહેશભાઈ ઉડેચા,દિનેશભાઈ ચોક્સી,તારાચંદભાઈ મજેઠીયા,નટુભાઈ લીંબાચીયા,નવીનભાઈ પ્રજાપતિ,સંજયભાઈ બારોટ,કનુભાઈ તૃપ્તિવાળા,દેવચંદભાઈ એન.ઠકકર, શીલ્પાબેન, જ્યોતિબેન, પૂજાબેન,રક્ષાબેન, વિષ્ણુભાઈ ચતુરલાલ ઠકકર, સતીષભાઈ પટેલ,જીતુભાઈ રાફુવાળા,આર.ડી.ઠકકર સહિત ઉપસ્થિત સૌ કોઈએ હેલિકોપ્ટર દુર્ઘટનાને અતિ દુખદ ગણાવી અવસાન પામેલા સૌ કોઈ પ્રત્યે લાગણી વ્યક્ત કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.છેલ્લા સાડા ત્રણ વર્ષથી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા દર ગુરૂવારે ભજનોના માધ્યમથી પ્રેરણાદાયી ગૌસેવા થાય છે.


