ગિરગઢડા
ભરત ગંગદેવ..
સુત્રાપાડા તાલુકાનું સરાગામ છેલ્લી ચાર ટમથી થાય છે સમરસ સર્વ ગામજનોની સંમતિથી થાય છે સમરસ. હાલ ગુજરાતમાં સ્વરાજ ચૂંટણી નો માહોલ સર્જાયો છે ત્યારે ઘણા તેવા ગામો પણ જોવા મળી રહ્યા છે કે આ ગામો હરેક સ્વરાજ ની ચૂંટણી માં સમરસ થતા હોય છે તેવું ગામ શે સરાગામ.
ગીર સોમનાથ જિલ્લામાં પણ સ્વરાજ ચૂંટણી નો માહોલ જામ્યો છે ત્યારે વાત કરી એ તો સુત્રાપાડા તાલુકા નું સરાગામ ગ્રામ પંચાયત ની સતત ચોથી ટ્રમ થી સમરસ થાય છે. આ વખતે પણ આ ગામ સમરસ થયું છે.2006.થી મસરિભાઈ પુંજાભાઈ રાઠોડ કમાન સંભાળી રહ્યા હતા 2017.થી તેમના ધર્મ પત્ની વનીતાબેન મસરિભાઈ રાઠોડ સંભાળી રહ્યા છે. આ વખતે પણ સમસ્ત ગામજનો એ સર્વસંમતિ થી સરપંચ તરીકે વનીતાબેન મસરિભાઈ રાઠોડની બિન હરીફ વર્ણી કરી નામ જાહેર કરેલ છે.
મતલબ આ દંપતિ ને આ ગામની દોર 2006 થી ગામ જનોયે સોંપી છે.ત્યારે આ ગામ વિકાસના કામોમાં હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે આવા સમરસ ગામોને સરકાર શ્રી દ્વારા અલગ રીતે જોય ને વિકાસ ના કામોમાં ગ્રાન્ટ ફળવાય અને આવા નાના ગામો વિકાસ ની યાત્રા માં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરે… જેથી આવનારા સમયમાં બીજા ગામો ને શીખ મળે અને હરેક ગામ માં ભાઈ ચારાનો માહોલ સર્જાય અને વધુમાં વધુ સ્વરાજ ની ચૂંટણી માં ગામો સમરસ થાય તેવું સરકાર કંઈક અલગ આયોજન કરે.. અને સમરસ ગામો ને વધારેમાં વધારે વિકાસ કરવાની સોનેરી તક આપવામાં આવે.


