Gujarat

સુરત પોલીસે પૂરું પાડ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ શ્રમજીવી મહિલાના પડી ગયેલા 50 હાજર બે કલાકમાં પરત કરાવ્યા

સુરતમા હાલમાં, ઉધના પોલીસ દ્વારા એક શ્રમજીવી મહિલાના પડી ગયેલા રૂપિયા 50 હજારની રોકડને CCTV ફુટેજના આધારે શોધીને પરત આપી માનવતાનું જીવતું ઉદાહરણ બની છે. રેલવેના આઈ.ઓ.ડબ્લ્યુ ખાતામાં કામ કરતી શ્રમિક મહિલાએ બેકમાંથી રૂપિયા ઉપાડી બેંક બહાર બાંકડા પર બેસી રૂપિયા ગણ્યા બાદ થેલીમાં મૂકતી વખતે પૈસા રોડ ઉપર પડી ગયા હતાં. ઘરે ગયા બાદ રૂપિયાનું બંડલ ન હોવાનું ખબર પડતાં દોડા દોડ કરી મૂકી હતી.એટલું જ નહીં પણ બેંકમાં આવેલી મહિલાને કોઈ હકારાત્મક સહયોગ ન મળતા આંખમાં આંસુ લઈને પોલીસ સ્ટેશને ગઈ હતી. જ્યાં ઉધના પોલીસ સ્ટેશનના પીઆઇ લાચાર મહિલાની મદદ માટે આગળ આવ્યા હતાં. પીઆઇના આદેશ બાદ કોન્સ્ટેબલ દ્વારા સૂઝબૂઝથી તાત્કાલિક પ્રથમ બેંકના CCTV ચેક કરવામાં આવતા રૂપિયા ઉપાડતો ઈસમની ઓળખ થઈ જતા બે કલાકમાં જ મહિલાને તેના ખોવાયેલા રૂપિયા પરત મળી ગયા હતા.

રીપોટર

સુનિલ ગાંજાવાલા

સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *