Gujarat

સુરત મનપાની સામાન્ય સભામાં આપના કાઉન્સિલરોનો હોબાળો

સુરત
સુરત પાલિકાની સામાન્ય સભામાં આપ દ્વારા થનારા વિરોધ પ્રદર્શનને જાેતાં જ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. કમલમ ખાતે ભાજપ અને આપ વચ્ચે સર્જાયેલા ઘર્ષણ બાદ આપ દ્વારા આમરણાત ઉપવાસ પણ શરૂ કરવામાં આવ્યાં છે. ત્યારે થોડા દિવસ અગાઉ ક્લેક્ટર કચેરીએ આપના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે ફરીથી આજે સામાન્ય સભા અગાઉ વિરોધ પ્રદર્શન કરાયું છે. આમ આદમી પાર્ટીના કાન્સિલરો દ્વારા ભાજપની તાનાશાહીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આ મુદ્દો આજની પાલિકાની સામાન્ય સભામાં પણ ઉઠાવવામાં આવે તેવી આશંકા સેવવામાં આવી રહી છે. હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લિક કાંડનો મુદ્દો શાંત થવાનું નામ લેતો નથી. આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દાને સુરત મહાનગર પાલિકામાં પણ ઉભો કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજે સામાન્ય સભા મળે તે અગાઉ સુરતમાં આપના કાઉન્સિલરો દ્વારા હાથમાં પ્લેકાર્ડ સાથે પાલિકામાં રામધૂન બોલાવતાં જવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન કાઉન્સિલરો પાસેથી આઈકાર્ડ માગવામાં આવતાં પાલિકાના ગેટ પર જ હોબાળો મચ્યો હતો. સાથે જ આસિત વોરાના રાજીનામાની માગ સાથે નારેબાજી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *