Gujarat

સુરત શહેર માં દેશ ની ચોથી રક્ષાપાંખ સિવિલ ડિફેન્સ, સુરત દ્વારા આયોજીત અને યુનિવર્સલ ફાઉન્ડેશન, આશિયાના ફાઉન્ડેશન તથા બોરડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સૌજન્યથી આઝાદી કા અમૃત મહોત્સવનુ આયોજન થયુ

 જેમાં રુટમાર્ચ, જનજાગૃતિ અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્વચ્છતા અભિયાન અને સાક્ષરતા અભિયાન નુ પ્રત્યક્ષ આયોજન કરવામાં આવ્યુ આ મહારેલી માં આયોજન કર્તા તરીકે  સુરત શહેર ના સરથાણા, પુણા, કાપોદ્રા, વરાછા, અને અમરોલી ડિવીઝને ભાગ લીધો હતો. જેમા સુરત સિવિલ ડિફેન્સ થી સમગ્ર સ્ટાફ સહીત ચીફ વોર્ડન કાનજીભાઇ ભાલાળા અને ડેપ્યુટી ચીફ વોર્ડન્સ માં મહંમદ નવેદ શેખ સાહેબ અને મેહુલભાઇ સોરઠીયા હાજર રહ્યા હતા.
તથા ડિવિઝનલ વોર્ડન્સ માં અમરોલી ડિવિઝનલ વોર્ડન  પ્રકાશકુમાર વેકરીયા, વરાછાથી ધનજીભાઇ નસીત, પુણા થી કલ્પેશભાઇ બોરડ, કાપોદ્રાથી જાલમભાઇ મકવાણા ની ટીમ,  સરથાણા ઝોન થી ઘનશ્યામ નસીત અને તમામ ડિવિઝનના ડેપ્યુટી ડીવિઝનલ્સ અને વોર્ડનો સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ દરમીયાન આ મહોત્સવ માં હાજર રહ્યા હતા.
 આ રાષ્ટ્ર સેવાના કાર્યમાં સુરત શહેર સિવિલ ડિફેન્સના પાંચેય ઝોનના તમામ માનદ્ સૈનિકોએ હર્ષભેર ભાગ લીધો હતો, જેમા સરથાણા અને કાપોદ્રા પોલીસ તથા ટ્રાફીક પોલીસ નો પણ સારો સહયોગ રહ્યો હતો, આજની આ  દેશની પ્રથમ રેલી હતી જે ૭૫ માં  આઝાદી કા અમૃત મહોત્સવની મહારેલી તરીકે પણ જાહેર કરવામાં આવી હતી અને આ રેલીમા સમગ્ર પોલીસ બંદોબસ્ત અને સોશ્યલ ડિસ્ટન્સ સહીત તમામ પ્રોટોકોલ્સનુ જીણવટ પુર્વક ધ્યાન આપવામાં આવ્યુ, તથા દેશના રક્ષકોમાં સ્થાન પામેલા સિવિલ ડિફેન્સના તમામ જવાનો પણ લોક જાગૃતિ અને બેટી બચાવો અભિયાનમાં ભાર પુર્વક  ધ્યાન આપી સોશિયલ ડિસ્ટન્સનુ પુર્ણ પાલન કર્યુ હતુ.
          આ મહારેલી બાદ જે માતા પિતા ને સંતાનમાં માત્ર દિકરીજ હોય તેવા વાલીઓને  યુનિવર્સલ ફાઉન્ડેશન  દ્વારા સન્માનપત્રોથી બેટી બચાવોના વેગવંતા તરીકે સન્માનવામાં આવ્યા હતા, સુરત કામરેજ મેઇન રોડ, સિમાડા નાકા થી નાનાવરાછા અને અંતે સરથાણા સ્થિત શહીદ સ્મારક સમક્ષ ૩ કિ.મી પર   આ રેલીમાં સ્વચ્છતા અભિયાન અને રાષ્ટ્રીય એકતા દિવસના સામુહીક શપથ લઇ સુરત શહેર સિવિલ ડિફેન્સ દ્વારા કાપોદ્રા અને સરથાણા પોલીસ અને તમામ સિવિલ ડિફેન્સ જવાનોની આભાર વિધી કરી રેલી  ને વિરામ આપી સમાપન આપવામાં આવ્યુ હતુ. આજના આ મહોત્સવ માં બેટી બચાવો ,સાક્ષરતા અભિયાન, સ્વચ્છતા અભિયાન જેવા રાષ્ટ્રવ્યાપી સંદેશાઓ વહેતા થયા તે સમગ્ર રાજ્ય અને રાષ્ટ્ર માટે પ્રેરણાદાઇ પણ રહ્યા.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG-20211128-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *