Gujarat

સુરત સિવિલમાંથી ટોયલેટની બારીનો કાચ તોડી આરોપી નાસી ગયો

સુરત
સુરતની સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં દારૂના સેમ્પલ માટે લવાયેલા અડાજણ પોલીસ સ્ટેશનનો એક આરોપીને લાવ્યા બાદ તેણે કુદરતી હાજતે જવાની વાત કરતા બાથરૂમમાં લઈ જવાયો હતો. અંદરથી દરવાજાે બંધ કરી આરોપીએ ટોયલેટની બારીના કાચ તોડી નાનકડી બારીમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. બારીમાંથી કૂદી માર્યા બાદ આરોપી સિવિલ હોસ્પિટલની દીવાલ ઓળંગી રીંગરોડ તરફ નીકળી ગયો હતો. જાણ થયા બાદ પોલીસ કર્મચારીઓ પકડવા દોડ્યા પણ હતા. બે આરોપી પૈકી રવિ નામનો આરોપી ભાગી ગયો છે. જે બાબતે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. સાથી આરોપીએ પોતાનું નામ મનોજ પટેલ બતાવ્યું હતું, અને દારૂ પીધેલી હાલતમાં પકડાયા હોવાનું જણાવ્યું હતું. હાલ અડાજણ પોલીસ સ્ટેશનના કર્મચારીની કસ્ટડી દરમિયાન સિવિલમાંથી આરોપી ભાગ્યો હોવાનું સામે આવ્યું છેસુરતની સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં દારૂના સેમ્પલ માટે લવાયેલા અડાજણ પોલીસ સ્ટેશનનો એક આરોપી બાથરૂમની બારીનો કાચ તોડી ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આજે સવારે બનેલી આ ઘટના બાદ જવાબદાર પોલોસ કર્મચારીઓએ અડાજણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસ કર્મચારી એ કહ્યું હતું કે, ૧૫૧ની કલમ હેઠળ અટકાયત કરી દારૂના સેમ્પલ માટે લાવ્યા હતા.

He-broke-the-toilet-window-glass-and-fled-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *