સુરત
સુરત પાલિકાએ બીયુસી અને ફાયર એનઓસી વગર ધમધમતા કોમર્શિયલ બિલ્ડિંગ સીલ કરવા મોટા પાયે ઝુંબેશ હાથ ધરી હતી. મોટા વરાછા અને અડાજણ ખાતે બે શોપિંગ કોમ્પ્લેક્સ સીલ કરી દીધા હતા. દરેક ઝોનમાં મોટા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવતા બીયુસી અને ફાયર એનઓસી વગર ચાલતા કોમર્શિયલ બિલ્ડિંગને તાત્કાલિક અસરથી સીલ મારવા રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. આ મુદ્દે આગામી દિવસોમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.રાજ્ય સરકારે આ મુદ્દે દરેક મહાનગરના અધિકારીઓની એક બેઠક બોલાવી છે.આ તમામ કવાયત વચ્ચે આજથી શહેરમાં સીલિંગ કામગીરી કરવામાં આવી છે . અત્યાર સુધીમાં ૧૪૫ હોસ્પિટલને આંશિક સીલ કરાઈ છે. બીયુસી અને ફાયર એનઓસી વગર ચાલતી હોસ્પિટલો વિરુદ્ધ સીલિંગ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં ૧૧૫ હોસ્પિટલને આંશિક સીલ મારવામા આવ્યા હતા. આજરોજ ૩૦ હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેતા હોય તે ભાગ છોડીને બાકીના ભાગને સીલ મારવામાં આવ્યા હતાં. શહેરમાં ૧૪થી વધુ હોસ્પિટલ બીયુસી વગર ચાલી રહી છે. આ તમામ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવશસુરત શહેરમાં ૫૮૬ બિલ્ડિંગ બીયુસી વગર ધમધમી રહી છે. આ મિલકતોમાં મુખ્યત્વે કોમર્શિયલ અને હોસ્પિટલનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે બીયુસી વગર ચાલતી તમામ કોમર્શિયલ મિલકત અને હોસ્પિટલ સીલ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.
