સુરત
પાંડેસરામાં માતાએ રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતા ધો. ૯ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. મૂળ યુપીના અને પાંડેસરા શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતા સુભાષભાઇ ચૌધરીની ૧૫ વર્ષીય પુત્રી સોનલ ધો. ૯માં અભ્યાસ કરતી હતી.શુક્રવારે સોનલને રસોઇ શીખવા માતાએ ઠપકો આપ્યો હતો. જેથી આવેશમાં સોનલે પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પિતા સુભાષભાઇ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.શહેરમાં બે અલગ-અલગ બનાવોમાં બે વિદ્યાર્થિનીઓએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જેમાં પાલનપુર જકાતનાકામાં રહેતી ધો.૧૦ની વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખીને રહસ્યમય સંજાેગોમાં તો પાંડેસરામાં રસોઇ બાબતે માતાએ ઠપકો આપતા ધો.૯ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. પાલનપુર જકાતનાકાની સંત-તુકારામ સોસાયટીમાં રહેતા બાબુભાઈ પરમાર અને તેમના પત્ની મજૂરી કરી ૧૫ વર્ષીય પુત્રી સોનલનું ભરણપોષણ કરતા હતા. સોનલ શાંતિનિકેતન સ્કૂલમાં ધો.૧૦માં અભ્યાસ કરતી હતી. પરમાર દંપતિ શુક્રવારે કામ પર ગયા હતા ત્યારે સાંજે સોનલે ‘મારી પાછળ રડતા નહિ, મેં મમ્મી-પપ્પાને દુઃખી કર્યા છે, મેં મુકેલો મારો આ ફોટો મઢાવી દિવાલ પર લગાવજાે’ એવી સુસાઇડ નોટ લખી સાંજે લોખંડની એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સાંજે પરમાર દંપતિ ઘરે પરત થતાં તેમને ઘટનાની જાણ થતા તેઓએ પરિવારને જાણ કર્યા બાદ રાંદેર પોલીસને જાણ કરી હતી.પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી હતી.પુત્રીના આપઘાતના સમાચાર પિતા બાબુભાઇ સુધી આવી જતા તેઓ આક્રંદ કરવા લાગ્યા હતા અને ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા આખરે બાબુભાઇને રાંદેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
