સુરત
ઇગ્લીશ દારૂના કેસમા સરથાણા પોલીસ સ્ટેશનમા પકડાયેલ હતો.જેથી શક્તિદાન દાજીદાન ગઢવી, અ.હે.કોન્સ., બ.ન. ૬૪૨, નોકરી સર્વેલન્સ સ્ટાફ, સરથાણા પોલીસ સ્ટેશન, સુરત શહેર, વર્ગ- ૩એ જે તે મોટર સાયકલ જમા લીધી હતી. બાદમાં ફરીયાદી ઉપર ખોટો દારૂનો કેસ કરવાની વાત કરી હતી. બાદ આ કામના આરોપી શક્તિદાન ગઢવીએ આરોપી રઘુભાઇ ગલાણી, ખાનગી વ્યક્તિ સાથે મળી ફરીયાદીને જણાવ્યું હતું કે, તારા વિરૂધ્ધ દારૂનો કેસ નહીં કરવા અને મોટર સાયકલ પરત કરવાના આ કામના આરોપી શક્તિદાન ગઢવી સાથે વ્યવહાર કરવો પડશે અને વ્યવહાર પેટે પ્રથમ ૧૦ હજારની લાંચની માંગણી કરીહતી.બાદ રકઝકના અંતે ૫હજારની લાંચ નક્કી કરાઈ હતી.દારૂના કેસમાં પકડાયેલ આરોપી રૂપિયા આપવા માગતો ન હોવાથી (એન્ટી કરપ્શન બ્યૂરો)નો સંપર્ક કર્યો હતો. જેથી વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડના ટ્રેપિંગ અધિકારી ડી.એમ.વસાવાની આગેવાનીમાં ટીમ બનાવીને વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં ફરિયાદી લસકાણા પોલીસ ચોકીની બાજુમાં આરોપી શક્તિદાન ગઢવીને ૫ હજાર રૂપિયા આપતા રંગે હાથ ઝડપાયો હતો. જ્યારે રઘુ ગલાણીને આ કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. હાલ એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે દિવાળીની રજાઓ પૂરી થતાં જ ફરીથી સરકારી કર્મચારીઓએ લાંચ લેવાનું શરૂ કરી દીધું હોય તેમ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં નોકરી કરતો વર્ગ-૩નો કર્મચારી અને હેડ કોન્સ્ટેબલ શક્તિદાન દાજીદાન ગઢવીએ દારૂના કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી પાસેથી બાઈક જમા ન કરવા તથા ખોટો કેસ ન કરવા માટે ખાનગી વ્યક્તિ મારફતે ૧૦ હજારની લાંચ માગી હતી. જાે કે, ૫ હજારમાં સમગ્ર મામલો નક્કી થયો હતો. જેથી લાંચના રૂપિયા લેતી વખતે શક્તિદાન ગઢવી એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.


