સુરત
મોટા વરાછા ગજેરા સ્કુલની બાજુમાં સુંદરમ રેસીડેન્સીમાં રહેતા મૂળ અમરેલીના ખાંબા તાલુકાના રાણીગપરા ગામના વતની ૪૨ વર્ષીય સતીષભાઈ રામજીભાઈ કાપડીયા વરાછા મારૂતી ચોક ભરતનગર સોસાયટીમાં છેલ્લા પંદર વર્ષથી શિવમ મની ટ્રાન્સફરની ઓફિસ ધરાવે છે. સુભાષભાઈ ગતરોજ રાત્રે સાડા આઠેક વાગ્યે ઓફિસ બંધ કરી રોકડા ૯૦ હજાર, ઓફિસની ફાઈલ, સહિતના દસ્તાવેજા બેગમાં મુકીને ઘરે જવા માટે નીકળ્યા હતા. તેઓ મોડીસાંજે ઓફિસની બહાર પાર્ક કરેલી બાઈક ચાલુ કરતા હતા તે વખતે પાછળથી આવેલા બે અજાણ્યા ઈસમોએ કોઈ સાધનથી હુમલો કરી ખભા પર લટકાવેલ બેગ લૂંટી માર મારતા સતિષભાઈ નીચે પડી ગયા હતા. લૂંટારૂઓ બેગ, મોબાઈલ અને બાઈક મળી કુલ ૧.૧૧ લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. સુભાષભાઈને માથામાં, નાક, કાનના ભાગે ઇજા પહોંચી હતી. સુભાષભાઈને નજીકમાં આવેલી સોડા સેન્ટરમાંથી હિતેશ દોડી આવી ઉભા કર્યા હતા. અને તેના ભાઈ વિપુલને ફોન કરી જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી સુભાષભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. બનાવને પગલે વરાછા પોલીસને જાણ થતા પીઆઇ સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સતીષભાઈની ફરિયાદ લઇ અજાણયા ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સુરતના વરાછામાં આવેલા ભરતનગર સોસાયટીમાં શિવમ મની ટ્રાન્સફર નામની ઓફિસ ધરાવતા આધેડ ઓફિસ બંધ કરી રોકડા રૂપિયા ૯૦ હજાર લઇ ઘરે જવા નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે પાછળથી બે ઈસમો એ કોઈ હથિયાર વડે હુમલો કરી તેમના ખભામાં રાખેલી બેગ લૂંટી લીધી હતી. આ ઉપરાંત તેની પાસેથી મોબાઈલ અને બાઈક મળી કુલ ૧.૧૧ લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.