Gujarat

સુરતમાં ઓનલાઈન ૧૦ ઈ-બાઈકો મંગાવ્યા હતા પરંતુ ૫ લાખ આપ્યા બાદ પણ ન આવતા ફરિયાદ

સુરત
વેપારીએ આરટીજીએસથી ૧૩મી ઓકટોબરે ૫ લાખની રકમ મોકલી આપી હતી. પછીના બે દિવસ પછી કુરિયરમાં ઈ-બાઇક મોકલી આપવાની વાત કરી હતી. બે દિવસ પછી બંને ગઠીયાઓ એકબીજાને ખો આપવા લાગ્યા હતા. પછી પલસાણા કુરિયરમાં મોકલી આપ્યાની વાત કરી હતી. બાદમાં બન્ને મોબાઇલ બંધ કરી ગાયબ થયા છે. આખરે ઈ-બાઇકો પણ ન આપી ૫ લાખની રકમ ગુમાવતા વેપારીએ બંને ઠગ વિરુદ્ધ અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતીઓનલાઇન ઇ બાઇક મંગાવનાર ગોપીપુરાના વેપારી સાથે ૫ લાખની છેતરપિંડી કરનારા યુપી અને દિલ્હીના ઠગ સામે અઠવાલાઇન્સ પોલીસે ગુનો નોંધ્યો હતો. ગોપીપુરાના વેપારી વત્સલ કિશોરચંદ્વ કાપડીયાએ ઓનલાઇન ઈ-બાઇકની ડીલરશિપ માટે જાહેરાત વાંચી હતી. જેમાં તેમણે મનીષ સારસ્વત(રહે,દુર્ગા કોલોની, ગૌતમબુધ્ધનગર,યુપી) અને પ્રશાંત ચૌરસીયા(રહે,અરૂણાપાર્ક,ન્યુ દિલ્હી) સાથે સંપર્ક સાધ્યો હતો. બંને ગઠીયાઓ પૈકી એક મનીષ પોતે ઈ-બાઇકનો પ્રોપાઇટર અને બીજાે પ્રશાંત ડાયરેકટર હોવાની વાત કરી હતી. વત્સલ કિશોરચંદ્વ કાપડીયાએ એક બાઇકની કિંમત ૫૦,૫૦૦ રૂપિયા નકકી કરી ને ૧૦ ઈ-બાઇકોનો ઓર્ડર આપ્યો હતો.

online-e-bike-order-by-fraud-in-surat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *