સુરત
સુરત નજીક આવેલા ચલથાણ મહાદેવ હોટલની પાસે નહેરમાં એક સ્વિફ્ટ કાર ખાબકી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ થતાં ડિંડોલી ફાયર સ્ટેશનના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતા, જેમણે પાણીમાં પડેલી કારમાં ફસાયેલી એક જ પરિવારની ત્રણ મહિલા સહિત પાંચ લોકોને બહાર કાઢ્યા હતા. તપાસમાં ખાન પરિવાર અંકલેશ્વરથી દમણ જઇ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. પલસાણા પોલીસે કારને કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે. ઘટના લગભગ ૧૨ઃ૩૦ વાગ્યાની હતી, એમ કહેતાં હિમાંશુ વિષ્ણુભાઈ વર્માએ જણાવ્યું હતું કે એક રાહદારી દોડીને બોલાવવા આવ્યો હતો. અમે પેટ્રોલિંગ પર હતા. એક કાર ધડાકા સાથે નહેરમાં ખાબકી છે. મુસાફરોમાં બાળકો અને મહિલાઓ ચિચિયારી પાડી રહ્યાં છે. અમે દોડીને ગયા તો અંધારામાં બચાવો બચાવોની બૂમો સંભળાઈ રહી હતી. તમામ નહેરના પાણીના વહેણમાં તણાઈ જવાના ડર વચ્ચે માથું પાણી ઉપર કરી કાર પકડીને મદદની બૂમો પાડી રહ્યા હતા. ફાયર અને પોલીસને જાણ કર્યા બાદ લોકોની મદદથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે કારમાંથી બહાર કાઢ્યા બાદ પાણીના વધુપડતા વહેણમાં તણાય જવાનો ડર પણ લાગતો હતો, એટલે ફાયરની રાહ જાેઈ અને ફાયર આવ્યા બાદ તમામને જવાનોએ બહાર કાઢ્યા છે. ય્ઇડ્ઢ જવાનએ જણાવ્યું હતું કે લગભગ ૧ઃ૪૫ કલાક સુધી આખો પરિવાર મોઢું પાણી ઉપર કરીને રહ્યો તો બચી ગયો, નહિતર અનહોની પાક્કી હતી. ફાયરની કામગીરીને સલામ, એક-એક કરીને જે રીતે નહેરના પાણીના વહેણમાંથી આખા પરિવારને બહાર કાઢ્યો એ તો જાણે કોઈ ફિલ્મનો હીરો શોર્ટ આપતો હોય એવાં દૃશ્યો હતાં. બે દીકરી, એક દીકરી અને એક મહિલા તથા પુરુષ સહિતને બચાવવામાં ડિંડોલી ફાયરની ખૂબ જ સારી કામગીરી રહી હતી. સુરત નજીક આવેલા ચલથાણમાં એક કાર નહેરમાં ખાબકી હતી. અંક્લેશ્વરથી દમણ જઈ રહેલા પરિવારની કાર ચલથાણમાં મહાદેવ હોટલની નજીક નહેરમાં ખાબકી હતી. સોમવારની મધરાતે સર્જાયેલી દુર્ઘટના બાદ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડ સહિત સ્થાનિક લોકોએ પોણાબે કલાક પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કારમાં ફસાયેલા પાંચ લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કર્યા હતા.
