Gujarat

સુરતમાં નરેશ પટેલના કાર્યક્રમમાં ભાજપ નેતાઓની ગેરહાજરી

સુરત
ખોડલધામના નરેશ પટેલ દિવસ પર અલગ-અલગ કાર્યક્રમમાં હાજર રહીને પટેલોને આમંત્રણ આપતા રહ્યા હતા. પરંતુ એક પણ વખત તેમણે કડવા પાટીદારો વિષે એક શબ્દ બોલ્યા નહોતા. તેમણે એકપણ વખત એવી વાત ના કરી કે, કડવા અને લેઉવા એટલે કે, માં ખોડીયાર અને ઉમાના તમામ ભક્તો હાજર રહેજાે. એ પ્રકારના શબ્દનો ઉપયોગ કરવાનું ટાળતા દેખાયા હતાં. સામાન્ય રીતે હંમેશા જ્યારે પણ પાટીદારોની વાત આવે છે,ત્યારે લેઉવા અને કડવા પાટીદારોને એક કરવા માટેના પ્રયાસો થાય છે. માં ઉમા ખોડલ બોલીને આ બંનેને એક કરવા માટેના પ્રયાસો કરતા હોય છે. પરંતુ આશ્ચર્યજનક રીતે જાેવા મળ્યું કે નરેશ પટેલ પોતે જ પોતાના પ્રવાસ દરમ્યાન એક પણ વખત આ શબ્દનો ઉપયોગ ના કર્યો. પાટીદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો પ્રયાસો કરી રહી છે. પરંતુ કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસના નેતાઓ અને આપના નેતાઓ નરેશ પટેલની મુલાકાત લેતા દેખાયા તેમજ કાર્યક્રમોમાં હાજરી પણ આપી હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા નરેશ પટેલની આસપાસ ફરકતો દેખાયો ન હતો. રાતે અવસર ફાર્મમાં યોજાયેલા કાર્યક્રમમાં પણ ભાજપનો એક પણ નેતા હાજર નહોતો. જેની નોંધ સૌ કોઈ પાટીદારોએ લીધી હતી.કયા કારણસર ભાજપના એક પણ નેતાઓ હાજર ન હતા. તેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. સુરત શહેરના કોંગ્રેસના નેતાઓ અને આપના નેતાઓની હાજરી નોંધનીય રીતે દેખાઈ હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા પાટીદાર હોવાના નાતે પણ હાજર રહેલો દેખાયો ન હતો. પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું નરેશ પટેલથી અંતર રાખવા માંગતા હતા. સુરત ભાજપના નેતાઓ? ભાજપને પણ ખ્યાલ છે કે, ખોડલધામનો કાર્યક્રમ એક પ્રકારનું શક્તિપ્રદર્શન બની રહેવાનું છે. તો કયા કારણસર સુરતના કાર્યક્રમમાં એક પણ ભાજપનો નેતા હાજર ન રહ્યો તે રાજકીય રીતે પણ અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યું છે.રાજકીય રીતે પાટીદારોને લઈને છેલ્લા ઘણા દિવસથી જે પ્રકારની ઉથલપાથલ રાજકીય માહોલમાં જાેવા મળી રહી છે. તે જાેતા ખોડલધામનો કાર્યક્રમ અતિ મહત્વનો બની રહેશે. નરેશ પટેલ જે પ્રકારના નિવેદનો આપતા હોય છે તે જાેતાં રાજ્ય નિષ્ણાંતો પણ માને છે કે, તેઓ બંધ મુઠ્ઠી લાખની માને છે. તેઓ સ્પષ્ટપણે ક્યારેય પણ કોઈ ફોડ પડતા નથી. તેમણે ગર્ભિત રીતે સમગ્ર પ્રવાસ દરમિયાન એક વાતનું સતત રટણ કરતા દેખાયા સરદાર પટેલ સાહેબએ આપણને કહ્યું છે કે, ઘરની વાત ઘરમાં રાખજાે અને સિંહ જેવું કાળજુ રાખજાે. આવા નિવેદનમાં તેઓ રાજકીય રીતે શું ઘરની વાત ઘરમાં રાખવા માંગી રહ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે.ખોડલધામ ખાતે પાટોત્સવની તૈયારી જાેરશોરથી કરવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ખોડલધામમાં યોજાનારો આ કાર્યક્રમ રાજકીય રીતે પણ ખૂબ જ મહત્વનો બની રહેશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમણે અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપીને લેઉવા પટેલોને મોટી સંખ્યામાં હાજર રહેવા માટે આમંત્રિત કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, કામ ધંધો એક દિવસ માટે બંધ કરવો હોય તો બંધ કરી દેજાે. પરંતુ આ કાર્યક્રમમાં ચોક્કસ હાજર રહેજાે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *