સુરત
સુરત સિવિલ હોસ્પિટલમાં કેન્સર પીડિત પત્નીના મૃત્યુ બાદ પ્રથમ પુણ્યતિથિએ પતિએ ન્યુ બોર્ન બેબી કીટ વિતરણ કરી સમાજને એક સામાજિક સંદેશો આપ્યો છે. જગદીશચંદ્ર રૂપાવાળા એ કહ્યું હતું કે જયશ્રી ને બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. વિધિ ના ખર્ચ કરતા ગરીબ પરિવાર ના ન્યુબોન બેબીઓના કપડાવાળી કીટ વિતરણ કરવાથી આત્મસંતોષ થશે અને યાદગાર દિવસ બની રહેશે. જગદીશભાઈ રૂપાવાળા (જયશ્રી બેનના પતિ) એ જણાવ્યું હતું કે માત્ર ૪૫ દિવસના ટૂંકા ગાળામાં જ સ્તન કેન્સર હોવાનું બહાર આવ્યું અને મૃત્યુ થયું એ દિવસ ક્યારેય નહીં ભુલાય, ભગવાને આર્થિક રીતે સંપન્ન રાખ્યા છે. બે દીકરીઓ છે અને બન્ને એજ્યુકેટેડ અને પરિણીત છે. બસ એકવાત નું દુઃખ રહેશે કે પૈસા હોવાછતાં હું જયશ્રીનો જીવ ન બચાવી શક્યો. વધુમાં જણાવ્યું હતું કે અમે સગરામપુરા મૂળ શંકરની શેરીમાં રહીએ છીએ અને જરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ૧૯-૧૨-૨૦૨૦ના દુઃખદ દિવસે જયશ્રીએ છેલ્લા શ્વાસ લઈ પરિવારની વિદાય લીધી હતી. આજે તિથિ પ્રમાણે પ્રથમ પુણ્યતિથિ છે. સામાજિક કાર્યકર્તા મિત્ર દિવ્યેશ પટેલનો સંપર્ક કર્યો તો એમણે સિવિલના કડીવાળાનો નંબર આપ્યો ને બસ પછી ન્યુ બોર્ન બેબીને કીટ આપવાનો વિચાર આવ્યો. પ્રયાસ કરીશું કે પર કીટ દીઠ ૩૦૦ રૂપિયા લેખે આજે ૨૧ કીટ આપીએ છીએ પણ આ બાબતે લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરીશું. આ પ્રસંગે સિવિલ સુપરિટેનડન્ટ ડો. ગણેશ ગોવેકર, મેડિકલ ઓફિસર ઓમકાર ચૌધરી અને નરસિંગ અગ્રણી દિનેશ અગ્રવાલ હાજર રહ્યા હતા


