સુરત
અડાજણ વિસ્તારમાં રહેતો અને લેબર કન્સલ્ટન્સીના કામ સાથે સંકળાયેલો સુજિત (નામ બદલ્યું છે) રવિવારે રાત્રે સાડાઅગિયાર વાગ્યાના અરસામાં ઘોડદોડ રોડ પર રહેતી તેની ગર્લફ્રેન્ડ સાથે કૃણાલ કબૂતરવાલાના વેસુ જેનીલ ઇન્ટરપ્રાઇઝ બંગલોમાં ગયો હતો. આ યુવતીને કૃણાલ છેલ્લા કેટલાક વખતથી હેરાન કરી રહ્યો હોવાથી તેણે તેના બોયફ્રેન્ડને ફરિયાદ કરી હતી. ભૂતકાળમાં આ યુવતી અને આ નબીરા વચ્ચે ફ્રેન્ડશિપ હતી, પરંતુ તે વિદેશ હતો એ દરમિયાન ડેનીસ સાથે સંબંધમાં આવેલી નોર્થ-ઇસ્ટની આ યુવતીને કરાતી હેરાનગતિની ફરિયાદ કૃણાલના પિતાને કરવામાં આવી હતી. બંગલાના કંપાઉન્ડમાં જ બંનેનો ભેટો કૃણાલ સાથે થતાં તે ઉશ્કેરાયો હતો અને તેણે આ યુવાનને બહાર ખદેડી ડંડો મારી માથું ફોડી નાખવાની સાથે આ યુવતી સાથે ખરાબ વર્તણૂક કરી હતી. બેફામ બનેલા આ નબીરાએ યુવતીને માર મારવાની સાથે શરીર ઉપર બચકાં પણ ભર્યાં હતાં, જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. એમાં યુવતી ચીસો પાડી રહી હોવા છતાં પણ ક્રૂર રીતે તેને બચકાં ભરવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો. ક્રૂરતાનો ભોગ બનેલાં આ યુવક-યુવતીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને ડેનીસની ફરિયાદને આધારે કૃણાલ કબૂતરવાલા વિરુદ્ધ છેડતી અને મારામારીની કલમો અંતર્ગત ગુનો નોંધ્યો હતો. જાેકે ગુનો નોંધાતાં જ આ નબીરો ફરાર થઇ ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.સુરતના વેસુમાં રહેતા મિલ-માલિકના દીકરા કૃણાલ કબૂતરવાલાએ પોતાની ફરિયાદ કરવા આવેલી પૂર્વ પ્રેમિકાને બચકાં ભર્યાં અને તેના બોયફ્રેન્ડનું ડંડો મારી માથું ફોડી નાખ્યું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવતાં જ પોલીસે નબીરા એવા કૃણાલ કબૂતરવાલા વિરુદ્ધ છેડતી અને મારામારીનો ગુનો નોંધ્યો હતો અને ઘાયલ યુવક-યુવતીને હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં, જાેકે ગુનો નોંધાતાં જ કૃણાલ ભાગી છૂટ્યો હતો.
