સુરત
સુરતના ઉધના-મગદલ્લા બ્રિજ ઉપર મધરાતે રોડ પર દોડતી કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. જાેકે એક રાહદારીએ ચાલકનું ધ્યાન દોરતા કાર રોડ બાજુએ ઉભી રાખી ચાલક બહાર નીકળી ગયા બાદ કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. ૩ વર્ષ જૂની પેટ્રોલ કાર શોર્ટ સર્કિટને કારણે સળગી ગઈ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના રાત્રે ૧૦ઃ૨૪ની હતી. કારમાં આગ લાગી હોવાની માહિતી મળતા ફાયરના જવાનો તાત્કાલિક દોડી ગયા હતા. કાર આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. પાણીનો મારો કરી આગને કાબુમાં લીધા બાદ પણ કાર આખી બળી ગઈ હતી. આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ કહી શકાય છે. પ્રકાશ પટેલ (ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે, કાર માલિક મહેશ મદનલાલ પોતાની કાર નંબર ય્ત્ન૫ ય્હ્લ ૯૮૭૧માં ઘર તરફ જતા હતા. ત્યારે ઉધના-મગદલ્લા બ્રિજ ઉપર એક રાહદારી વાહન ચાલકે કાર સળગી રહી હોવાની જાણ કરતા મહેશભાઈએ તાત્કાલિક બ્રિજ ઉતરતા જ કાર રોડ બાજુએ લઈ પોતે કારમાંથી બહાર નીકળી ગયા હતા. જાેકે ત્યારબાદ કાર આખી સળગી ગઈ હતી. મહેશભાઈએ જણાવ્યું હતું કે, ગંધ આવતી હતી. પણ સમજી ન શક્યો, બાદમાં રાહદારીનો આભાર વ્યક્ત કર્યો હતો.


