Gujarat

સુરતમાં મુખ્ય વિષયોના શિક્ષકોની ઘટને કારણે વિદ્યાર્થીઓના ભણતરને અસર

સુરત
સરકારી પ્રાથમિક શાળામાં મુખ્યત્વે ધોરણ ૬ થી ૮ના ગણિત, વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાનના વિષયોના ૩૧૦ જેટલા શિક્ષકોની ઘટ હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષકોની લાંબા સમયથી ઘટ હોવાના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં શિક્ષણ ઉપર ભારે અસર થતી હોવાની વિગતો પણ બહાર આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા હવે તો એવા મુદ્દા પણ ઉઠાવવામાં આવી રહ્યા છે કે રાજ્ય સરકારમાં હવે સુરતના ત્રણ ધારાસભ્યોને મંત્રીપદનું સ્થાન મળ્યું છે, ત્યારે શિક્ષકોની આ ઘટ મુદ્દે તેમના દ્વારા પણ વિચાર કરવામાં આવે. મંત્રીઓએ શાળાઓ શરૂ થતા હવે ઉચ્ચસ્તરે આ બાબતે રજૂઆતો કરવાની જરૂર છે, અને આ ઘટ પૂર્વનો પ્રયાસ કરવાની પણ જરૂર છે. કેરળ સહિતના અન્ય રાજ્યોમાં પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવામાં આવે છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની ઘટનનો મહત્વનો પ્રશ્ન હલ કરવા માટેનો ર્નિણય લેવામાં આવતો નથી. જાે શિક્ષકોની નમણૂક કરવામાં આવે તો જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધરે અને શિક્ષકોની ઘટને લીધે શિક્ષણ પર થતી વિપરીત અસર નિવારી શકાય તેમ છે, અને શિક્ષણનું સ્તર પણ ઊંચું લાવી શકાય તેમ છે.આ ખાલી જગ્યાઓ ભરવા માટે નિયામક સામે સમયાંતરે માંગણી કરવા છતાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનું ઉદાસીન વલણ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. સુરત જિલ્લા પંચાયત હસ્તકની ૯૩૭ પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં ૪૬૦૦ શિક્ષકોનું મહેકમ છે, જે પૈકી હાલમાં ૪૨૯૦ શિક્ષકોનું મહેકમ ભરાયેલું છે. આ ઉપરાંત વેશ્વિક મહામારી કોરોનામાં જિલ્લાની પ્રાથમિક શાળાના ૨૩ જેટલા શિક્ષકોને કોરોના ભરખી ગયો છે, ઉપરાંત વયમર્યાદાના કારણે કેટલાક શિક્ષકો નિવૃત પણ થયા છે.

South-gujrat-university-surat-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *