સુરત
સુરત શહેરના ભટાર આઝાદનગર વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની અઢી વર્ષની માસુમ બાળકી ગત બપોરે રમતા-રમતા ભેદી સંજાેગોમાં ગુમ થઇ ગઇ હતી. પિતા બપોરે જમવા આવ્યા ત્યારે પુત્રી નજરે નહીં પડતા શોધખોળ કરી હતી અને સાંજે ચાર વાગ્યાના અરસામાં ખટોદરા પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને અલગ-અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિક વિસ્તાર ઉપરાંત સીસીટીવી ફૂટેજ ના ચેકીંગ અંતર્ગત બાળકીને પડોશમાં રહેતી સંગીતા ભૈયાલાલ ગુપ્તાની હિલચાલ શંકાસ્પદ જણાય હતી. ઉપરાંત સ્થાનિક લોકોની પુછપરછમાં પણ બાળકી સંગીતા સાથે જાેવા મળી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે સંગીતાની પુછપરછ કરતા માસુમ બાળકીનું તેણે તેના પ્રેમી સાથે મળી અપહરણ કર્યાની કબૂલાત કરી હતી. પોતે નિસંતાન હોવાથી માસૂમ બાળકીનું અપહરણ કર્યુ હતું અને ત્રણ-ચાર દિવસ પ્રેમીના ઘરે રાખ્યા બાદ તેઓ અજ્ઞાત સ્થળે રહેવા ચાલ્યા જવાના હોવાનું પ્લાનીંગ કર્યાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે સંગીતા અને તેના પ્રેમી ની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.સુરત ના ભટાર વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની અઢી વર્ષની બાળકી રમતા-રમતા ભેદી સંજાેગોમાં ગુમ થઇ જતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જાે કે દસેક કલાકની જહેમત બાદ બાળકીને હેમખેમ મુક્ત કરાવી માસુમનું અપહરણ કરનાર નિસંતાન મહિલાની પોલીસે ધરપકડ કરી છે. મહિલાને સંતાન ન હોવાથી આ બાળકીનું અપહરણ કરી પ્રેમી સાથે ભાગી જવાની ફિરાકમાં હતી.
