Gujarat

સુરતમાં વેપારીના ઘેર દિલ્હીથી કુરિયર દ્વારા લાખો રૂપિયાનો દારૂ આવતા ફડક્યા

સુરત,
પોલીસે તપાસ કરતા ચારેય પાર્સલ દિલ્હી માર્ક એક્સપ્રેસથી ૯ નવેમ્બરે મોકલાયાં હતાં. પાસર્લો પર કારખાનેદારના આધારકાર્ડની ઝેરોક્સ અને એક મોબાઇલ નંબર હતો, જે હાલ બંધ છે. કુરિયરબોય કોલ કરીને પાસર્લ આપતા હોય છે જેના કારણે કેટલાક લોકો રસ્તામાંથી પાર્સલો લઈ લેતા હોય છે. આ કેસમાં કુરિયરબોયએ કોલ કર્યા વિના એડ્રેસ પર પાર્સલ મોકલી દેતાં દારૂનું રેકેટ સામે આવ્યું હતું.આ પાર્સલો કારખાનેદારની પત્નીએ ખોલતાં એમાંથી ૧.૩૫ લાખની કિંમતનો ૯૬ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. ભટાર ઉમાભવન ખાતે વાસુદેવ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિલાઈનું ખાતું ચલાવતા અશોક દીપચંદ્ર ઝવરે તાત્કાલિક પોલીસને આ બાબતે જાણ કરી હતી.શહેરમાં દારૂ ઘુસાડવા હવે બૂટલેગરો કુરિયરનો સહારો લઈ રહ્યા છે. ભટારમાં ભૂલથી અજાણ્યાના એડ્રેસ પર દારૂનું પાર્સલ આવી જતાં બૂટલેગરોનો આ કીમિયો ખૂલી ગયો હતો. પાર્સલોમાં એડ્રેસ કારખાનેદારનું હતું. કુરિયરબોય કારખાનેદારના ઘરે ૧૨મીએ ૪ મોટાં પાર્સલ આપી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *