Gujarat

સુરતમાં સાતમા પગાર પંચને મુદ્દે JMTA, JEDA, JIMERS ડોક્ટર એસોસિએશન ફરી સરકાર સામે મેદાનમાં ઉતર્યા

સુરત
ફરી એક વાર, સુરતમાં સાતમા પગાર પંચને મુદ્દે ત્નસ્‌છ, ત્નઈડ્ઢછ, ત્નૈંસ્ઈઇજી ડોક્ટર એસોસિએશન સરકાર સામે મેદાનમાં ઉતર્યા છે. ડોકટરો દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ ૨૦ વર્ષ જુના મુદ્દાઓ અને માગણીઓ પણ હજી સ્વીકારાઈ નથી. બે ઠરાવ થઈ ગયા, વચનો મળતા રહ્યા, પણ ડોક્ટરોની હડતાળ પુરી થયા બાદ એક પણ લાભ આપવામાં આવ્યો નથી.
ગુજરાતના લગભગ ૧૦ હજારથી વધારે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સાથે જાેડાયેલા પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, ટ્યુટર, મેડિકલ ઓફિસર સહિતના તમામ ડોક્ટરો સરકાર સામે નારાજ થઈ કાળી પટ્ટી બાંધી વિરોધમાં જાેડાયા છે. આગામી દિવસોમાં તમામ ડોક્ટરો વિવિધ કાર્યક્રમો આપી આરોગ્ય વિભાગ સામે વિરોધ પ્રદર્શન કરશે અને ત્યારબાદ પણ જૂની પડતર માંગણીઓ ન સ્વીકારાય તો અચોક્કસ મુદ્દતનું આંદોલન કરી ડોક્ટરો શક્તિ પ્રદર્શન બતાવવા મજબૂર બનશે.
ડો.કમલેશ દવે (ત્નસ્‌છના સુરત પ્રમુખ) એ જણાવ્યું હતું કે ૬ મહિના પહેલા પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજાની મધ્યસ્થીમાં નીતિનભાઈ એ તમામ માંગણીઓ સ્વીકારી હતી. આજે નવી સરકારમાં તમામ માંગણીઓ રદ કરી દેવાય છે. જે લાભો મળતા થયા હતા એ પણ પાછા ખેંચી લેવાયા છે. ડોક્ટરો છેતરાયાની ભાવના અનુભવી રહ્યા છે. નવા જેઆર મુજબ આખા ગુજરાતમાં ડોક્ટરોમાં રોષ જાેવા મળી રહ્યો છે. એક નવી ફોરમની રચના પણ કરાય છે જેના નેજા હેઠળ આગામી તમામ આંદોલનને ઉગ્ર બનાવાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *