Gujarat

સુરેન્દ્રનગર LCB નો વાગ્યો ડંકો : 40 ચોરાઉ બાઇક સાથે આરોપીઓ ઝબ્બે

સુરેન્દ્રનગર :
છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરી અને બાઈક ચોરી માં એક જ પ્રકારની માસ્ટર મોડસ ઓપરેન્ડી થી ગુન્હો આચરવામાં આવતો હતો પણ ગુનેગારો આબાદ રીતે છટકી જતાં હતાં.
ઘરફોડ ચોરી અને બાઈક ચોરી નાં ગુન્હા ની સંખ્યા એટલી હદે વધી હતી કે રાજકોટ રેન્જ નાં કમિશનર સંદીપ સિંઘ થી લઈને સુરેન્દ્રનગર એસ પી મહેન્દ્ર બઘડીયાઓની સુરેન્દ્રનગર એલ સી બીં ટીમને આ ગુનો ઉકેલવા સ્પષ્ટ સૂચના હતી.
છેલ્લા અમુક મહિનાઓ ની ચોરી નાં લોકેશન ઉપર સતત તપાસ અને સાથે નેત્રમ સી સી ટી વી કેમેરા નું સતત નિરીક્ષણ અને ત્યારબાદ બાતમીદારો ને આ કામના આરોપીઓ માટે સઘન પેટ્રોલિંગ સોંપી દેવાયું હતું. જિલ્લા એલ સી બીં ની મહેનત તયારે રંગ લાવી જયારે આરોપીઓ ડિટેકટ થઈ ગયા, તમામ વાતે કયાંય કાચું નં કપાય એ રીત નાં આયોજન બાદ આરોપીઓની ઓળખ પાકી કરી રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર વનકી ગામના પાટિયા પાસે થી ચોટીલા નાં સિરાજ કાપડીયા અને રાજુ મોહન ગિલાની ને ઝડપી લીધા હતાં. એલ સી બીં પોલીસે આ કામ નાં ગુન્હેગારો નો આખો ઈતિહાશ પહેલા જાણી એક એક કળી ઉપર મહેનત કરી હતી એટલે આસાનીથી આરોપીઓ એલ સી બીં પોલીસ સામે હિમ્મત હારી ગયા હતાં અને અન્ય તમામ બાઈક ચોરીના ગુના કબૂલી ને આ તમામ ચોરેલ બાઈક સાયલા નાં ધારા ડુંગરી ગામના રામસીંગ બોહકિયા ને વેચવા આપેલ છે તેમ કબુલ્યું હતું.
સમગ્ર સૌરાષ્ટ્ર સાથે ગુજરાત નાં અન્ય મોટા શહેરો ને બાન માં લઈને માથાનો દુખાવો બનેલ આરોપી ને પોતાની બાહોશ કામગીરી થી ઝડપી લેવા બદલ સમગ્ર પોલીસ તંત્ર એ આ રેડની નોંધ લઈને જિલ્લા એલ સી બીં ને અભિનંદન પાઠવ્યા હતાં.
બોક્સ :
આરોપીઓનો પૂર્વ ઈતિહાશ :
(1) સિરાજ કાપડિયા :
(1) ચોટીલા, ભાવનગર ગઢડા માં 2018 માં ડુપ્લીકેટ નોટોમાં પકડાયો
(2) વિઠલાપરા પો. સ્ટે માં બે બાઈક ચોરીના ગુનામાં ત્રણ વર્ષ પહેલા પકડાયેલ
(3) ચોટીલા પો સ્ટે માં આઠ મોં. સાઇકલ ચોરી નાં ગુનામાં પકડાયેલ
(2) રાજુ મોહન ગિલાની :
(1) વિઠલાપરા પો સ્ટે માં બે મોં સાઇકલ ચોરીના ગુના માં પકડાયેલ
(2) લીંબડી પો સ્ટે ની હદમાં મોં સાઇકલ ચોરીના ગુનામાં પકડવામાં બાકી
(3) રામસીંગ બોહકિયા
(1) ચોટીલા પો સ્ટે માં આઠ મોં સાઇકલ ચોરીના ગુનામાં પકડાયેલ.

IMG-20211014-WA0197.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *