Gujarat

સુરેન્દ્રનગર સાયબર સેલની અપીલ ઃ ફરવા જાવ તો સોશિયલ મિડીયા પર ફોટો શેર ન કરો

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસના સાયબર સેલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, લોકો હરવા-ફરવાના સ્થળોએ પરીવાર સાથે બહારગામ જાય ત્યારે પ્રવાસન સ્થળો ઉપર પાડેલી તસ્વીરો સોશિયલ મીડિયામાં સ્ટેટસમાં મૂકતા હોય છે. પરંતુ લોકોએ આવા સ્ટેટસ ન મુકવા જાેઈએ નહિતર તેનો દુરૂપયોગ થઈ શકે છે. ઉપરાંત તસ્કરોને પણ ખબર પડે છે કે, ઘર સૂનું છે અને પરીવાર ફરવા ગયો છે પરિણામે ચોરો મોકો જાેઈને ઘરમાં ખાતર પાડી શકે છે. નોંધનીય છે કે આગામી દિવસોમાં નાતાલ, ૩૧ ડિસેમ્બર જેવા તહેવારો ઉપર સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઘણા લોકો ફરવા બહારગામ જવાના હશે. આવા પરીવારોએ બહારગામ ગયા હોય તેની તસ્વીરો સ્ટેટસમાં ન મુકવા સોશિયલ મીડિયામાં શેર ન કરવા અપીલ કરાઈ હતી.આગામી દિવસોમાં નાતાલ, ન્યુ યર જેવા તહેવારો આવી રહ્યા છે. જેની ઉજવણી કરવા પરીવાર સાથે બહાર ફરવા જતા લોકોએ ત્યાંની તસ્વીરો સોશિયલ મીડીયામાં શેર ન કરવા બાબતે સુરેન્દ્રનગર જિલ્લા પોલિસના સાયબર સેલે અપીલ કરી હતી. જાે કે આ અપીલ પરીવાર બહારગામ ગયો છે અને ઘર રેઢુ છે તેવી જાણ તસ્કરોને થતા તેઓ ચોરી કરવા ત્રાટકી શકે છે એના સંદર્ભે કરાઈ હતી.

Share-photos-in-social-media-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *