Gujarat

સુશાંતસિંહ રાજપૂતના પરિવારના ૫ સંબંધીઓનો અકસ્માતમાં મોત

પટના ,
દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવારના લોકો અંતિમ સંસ્કાર માટે બહાર ગયા હતા ત્યા તેમને અકસ્માત નડ્યો હતો જેમાં બિહારના જુમઈમાં આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે અને મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પૈકીના પાંચ લોકો સુશાંત સિંહ રાજપૂતના સગા છે.આ તમામ લોકો પટણામાં એક અંતિમ સંસ્કારમાં સામેલ થયા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા અને તે દરમિયાન ટ્રક અને કાર વચ્ચે થયેલા એક્સિડન્ટ થયો હતો.જેમાં ૬ લોકોના મોત થયા હતા અને બીજા ચાર લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. જેમના મોત થયા છે તે હરિયાણાના એડિશનલ ડીજીપી ઓ પી સિંહના બનેવી, ભાણીયા થાય છે. પોલીસનુ કહેવુ છે કે, ટક્કર એટલી જાેરદાર હતી કે, ૬ લોકોના સ્થળ પર જ મોત થઈ ગયા હતા. આ ઘટના અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

Sushant-Sinh-Rajput.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *