વલસાડ
દાદરા નગર હવેલીના એક મદરેસામાં અભ્યાસ કરતી સગીર યુવતીએ પોતાના પર દુષ્કર્મ થવાના મુદ્દે મદરેસાના મૌલાના પર ગંભીર આરોપ લગાવ્યા હતા, જેના પગલે પંથકમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. સગીરાએ આ આ અંગે પોતાના માતા-પિતાને ફરિયાદ કરતાં સગીરાના માતા-પિતાએ તાત્કાલિક સેલવાસ પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી. મામલો ખૂબ જ ગંભીર હોવાથી પોલીસ કર્મચારીઓની હિલચાલ વધી ગઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ્વર સ્વામી અને એસડીપીઓ સિદ્ધાર્થ જૈન સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં એક્ટિવ મોડમાં જાેવા મળ્યા હતા. એસપી હરેશ્વર સ્વામીએ જણાવ્યું હતું કે, મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ આ વિષય પર કંઈક કહી શકાય એમ છેવલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં મદરેસામાં અભ્યાસ કરતી સગીરા ઉપર દુષ્કર્મ થયું હોવાની જાણ સગીરાએ તેના માતા પિતાને કરી હતી. જેથી સગીરાના માતા-પિતાએ તાત્કાલિક સેલવાસ પોલીસ સ્ટેશને પહોંચી સેલવાસના મદરેસાના મોલવીએ પોતાની પુત્રી ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના પગલે પોલીસે મેડિકલ તપાસ કરવાની તેમજ આગળની તજવીજ હાથ ધરી હતી.


