Gujarat

સોમનાથ થી પોરબંદર સુધી ગુજરાતના યુવક યુવતીઓ કરશે સાગરકાંઠા પરિભ્રમણ ઉમદા મૂલ્યો વિકસાવવા અને સમુદ્રકિનારાની લોક સંસ્કૃતિથી યુવાઓને માહિતગાર કરવાનો ઉદ્દેશ

ગિરગઢડા
   ભરત ગંગદેવ ગિરગઢડા
 રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા વિકાસ અધિકારી ગીર-સોમનાથ દ્વારા આયોજિત “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે સોમનાથ થી પોરબંદર સુધી સાગરકાંઠા પરિભ્રમણ કાર્યક્રમને વેરાવળ ગ્રામ્ય મામલતદાર  ડી.એન.કાછડ, પ્રભાસપાટણ પી.આઈ  એન.એમ.આહીર, જિલ્લા યુવા વિકાસ અધિકારી  એચ.ડી.મકવાણા અને પ્રાંત યુવા વિકાસ અધિકારી  અશ્વિન સોલંકી દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
યુવા વર્ગમાં નેતૃત્વ શક્તિ, સાહસ, આત્મવિશ્વાસ, ભાઈચારો, એકતા જેવા ઉત્તમ મૂલ્યોનું સિંચન થાય સાથેજ યુવા વર્ગ સમુદ્રકિનારે રેહતા લોકોની જીવનશૈલી, તેમની રહેણી-કેહણી, ભાષા, બોલીને નજીકથી જાણી શકે તેવા શુભ આશયથી યુવા વિકાસ વિભાગ દ્વારા આ સાગરકાંઠા પરિભ્રમણ યાત્રા શરૂ કરાઇ છે.
વેરાવળ ગ્રામ્ય મામલતદાર  ડી.એન કાછડ દ્વારા  યુવક યુવતીઓ સોમનાથ થી પોરબંદર સુધીના માર્ગ પર આવેલા ઐતિહાસિક અને ધાર્મિક, ભૌગોલિક પરિસ્થિતિ થી વાકેફ થાય તેમજ પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ જીવન જીવવાની કળા નજીકથી જોઈ શકે તેમજ અનેક વ્યક્તિ વિશેષ વિશે જાણે અને વ્યક્તિત્વ ઘડતર અને તેનાથી રાષ્ટ્ર ઘડતર થાય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

IMG-20211225-WA0599.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *