Gujarat

સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ માટે મેગા કનેક્ટિવિટી, PM મોદીએ 8 ટ્રેનોને લીલી ઝંડી બતાવી

Train To Statue Of Unity: દેશના વિવિધ ભાગોમાંથી ગુજરાતના કેવડિયામાં (Kevadia Railway Station) સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ (Statue Of Unity) સુધી પહોંચવું આજથી સરળ બન્યું છે. વડાપ્રધાન મોદીએ (PM Modi) આજે દેશના વિવિધ ભાગોમાંથી કેવડિયા આવતી 8 ટ્રેનોને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું છે.

આ અવસરે PM મોદીએ (PM Modi) ગુજરાતમાં રેલવે સબંધિત અન્ય અનેક પરિયોજનાઓનું પણ ઉદ્ધાટન કર્યુ હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય રેલવે મંત્રી હાજર રહ્યાં હતા. Train To Statue Of Unity

 

આ 8 ટ્રેનો કેવડિયાને વારણસી, દાદર, અમદાવાદ, હજરત નિઝામુદ્દીન, રીવા, ચેન્નઈ અને પ્રતાપનગર સાથે જોડશે. આ યોજના સાથે જ ભારતીય રેલવેના મેપ પર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીને (Statue Of Unity) પણ જગ્યા મળી જશે. આ સાથે જ કેવડિયા રેલવે લિંક સાથે જોડાવાથી અહીં દેશભરના સહેલાણીઓ સરળતાથી પહોંચી શકશે.

આ અંગે રેલવે મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું કે, આ ટ્રેનોની ડિઝાઈન ખૂબ જ શાનદાર છે. આ ટ્રેનોની મુસાફરી દરમિયાન લોકો માઁ નર્મદાની ઘાટીઓનો મનોરમ્ય દ્રશ્યોનો આનંદ ઉઠાવી શકશે.

કંઈ ટ્રેનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું? Train To Statue Of Unity
૧. ટ્રેન નં- ૦૯૧૦૩/૦૪- કેવડિયા થી વારાણસી- મહામના એક્સપ્રેસ (સાપ્તાહિક)
૨. ટ્રેન નં- ૦૨૯૨૭/૨૮- દાદર થી કેવડિયા – દાદર- કેવડિયા એક્સપ્રેસ (દૈનિક)
૩. ટ્રેન નં- ૦૯૨૪૭/૪૮- અમદાવાદ થી કેવડિયા – જનશતાબ્દી એક્સપ્રેસ (દૈનિક)
૪. ટ્રેન નં- ૦૯૧૪૫/૪૬- કેવડિયા થી હઝરત નિઝામુદ્દીન- નિઝામુદ્દીન- કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક).
૫. ટ્રેન નં- ૦૯૧૦૫/૦૬- કેવડિયા થી રીવા- કેવડિયા-રીવા એક્સપ્રેસ (સાપ્તાહિક)
૬. ટ્રેન નં- ૦૯૧૧૯/૨૦- ચેન્નઈ થી કેવડિયા- ચેન્નઈ-કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક)
૭. ટ્રેન નં- ૦૯૧૦૭/૦૮- પ્રતાપનગર થી કેવડિયા- મેમૂ ટ્રેન (દૈનિક) Train To Statue Of Unity
૮. ટ્રેન નં- ૦૯૧૦૯/૧૦- કેવડિયા થી પ્રતાપનગર- મેમૂ ટ્રેન (દૈનિક)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *