Gujarat

હવે, મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત જાણી શક્શા

અમદાવાદ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે ૬ વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે ૬ વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.આજે અમદાવાદમાં પેટ્રોલના રેટ ઉપર નજર કરીએતો અમદાવાદમાં પેટ્રોલ ૧૦૨.૫૫ રૂપિયાપ્રતિ લીટર જયારે ડીઝલ ૧૦૧.૯૨ રૂપિયા પ્રતિ લીટરની કિંમતે વેચાઈ રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો દર ૧૦૫.૮૪ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે તો બીજી તરફ ડીઝલ ૯૪.૫૭ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલનો દર ઘટીને ૧૧૧.૭૭ પૈસા પ્રતિ લીટર થયો હતો. ડીઝલ ૧૦૨.૫૨ પૈસા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. ગુજરાતમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ ૧૦૨.૭૭ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત ૧૦૨.૧૪ રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ ૧૧૭.૯૬ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૧૦૮.૭૫ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે ૬ વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા જીસ્જી દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો ઇજીઁ સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી ૯૨૨૪૯૯૨૨૪૯ પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (ૈર્ંંઝ્રન્) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(મ્ઁઝ્રન્) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ પર એસએમએસ મોકલી શકે છે. ૐઁઝ્રન્ ના ગ્રાહકો ૐઁઁિૈષ્ઠી અને ૯૨૨૨૨૦૧૧૨૨ લખીને જીસ્જી મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

indian-oil-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *