Gujarat

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ૩૨ યૂથ ફેસ્ટિવલને કુલપતિ શ્રી પ્રો. જે જે વોરાએ મૂક્યો ખુલ્લો

પાટણ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે આજે ૩૨ માં યૂથ ફેસ્ટિવલને કુલપતિ શ્રી પ્રો. જે જે વોરાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ‘કલ્પવૃક્ષ’ નામ સાથે આ યૂથ ફેસ્ટિવલની થીમ ને જાેડવામાં આવી છે. કલ્પવૃક્ષ હિન્દુ પુરાણો જૈન ધર્મ અને બૌધ્ધ ધર્મમાં આલેખાયેલ એક ઈચ્છા-પૂર્તિ કરનાર દિવ્ય વૃક્ષ છે. કલ્પવૃક્ષનો ઉદભવ સમુદ્ર મંથન દ્વારા થયો હોવાનો ઉલ્લેખ છે. ત્યારે યુવાવસ્થામાં યુવાનોના સ્વપ્નને પણ ઉડાન હોય છે. અને તે પોતાના અંદર રહેલી કળા, આર્ટ અને સંગીતને યૂથ ફેસ્ટિવલ જેવા કાર્યક્રમ થકી બહાર લાવતો હોય છે. વૃક્ષો પર્યાવરણનું અભિન્ન અંગ છે અને ભારતીય સંસ્કૃતિમાં તેનું આગવું સ્થાન રહેલું છે. વિધ્યાર્થીઓ પર્યાવરણનું જતન કરે તથા કલ્પવૃક્ષ જેવા ગુણો જીવનમાં ઉતારે તે હેતુસર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુવા મહોત્સવનું નામકરણ ‘કલ્પવૃક્ષ’ કરાયું છે.
ત્યારે આજના ઉદ્‌ઘાટન સત્રમાં ઉપસ્થિત રહેલા ૨૧ મુ ટિફિન ફિલ્મના કલાકારો શ્રી નીલમ પંચાલ, નેત્રી ત્રિવેદી, અને રામ મોરીએ પણ જણાવ્યું હતું કે તેમણે પણ પોતાની કારકિર્દીની શરૂઆત યૂથ ફેસ્ટિવલ થી કરી હતી. યુવાનો માટે આ પ્લેટફોર્મ માત્ર તેમની સ્કિલને બહાર લાવવાનું પ્લેટફોર્મ જ નહીં પરંતુ કારકિર્દીની શરૂઆત પણ અહીથી જ થાય છે.
ખાસ કરીને આ પ્રસંગમાં યુનિવર્સિટીની ઉપલબ્ધિ વિષે પણ કુલપતિ શ્રી પ્રો. જે જે વોરાએ જણાવ્યું હતું કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી શિક્ષણની સાથે સાથે સમાજસેવામાં પણ અગ્રિમ રહે છે યુનિવર્સિટી કોરોનાકાળ દરમ્યાન ઑક્સીજન પ્લાન્ટ, ૩૦ હજાર જેટલી સેનિટાઈઝર બોટલનું વિતરણ, ઉપરાંત સમયાંતરે યુવાનોમાં સંસ્કાર સિંચન હેતુથી ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીના પ્રવચન, આવિષ્કાર, યુગાંતર, નવી શિક્ષણનીતિ જેવા સેમિનાર અને પર્સનાલિટી ડેવલોપમેન્ટ અંગેના અભ્યાસક્રમો પણ ચલાવાય છે. તેમણે વિધ્યાર્થીઓને કોરોના સામે વેક્સિન લેવા પણ અનુરોધ કરી યૂથ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવનાર સૌને આવકાર્યા હતા.
ત્રણ દિવસ ચાલનારા આ ફેસ્ટિવલમાં યૂથ ટેલેન્ટસ ને લગતી વિવિધ ઇવેન્ટ્‌સમાં નૃત્ય, નાટક, કંઠ્‌ય અને તાલસંગીત જાેવા મળશે યુવા પ્રતિભા ગ્રુપ સોંગ,ક્લાસિકલ ડાન્સ, આદિવાસી નૃત્ય, માઈમ, મિમિક્રી, ડિબેટ, કોલઝ, સ્પોટ ફોટોગ્રાફી, પોસ્ટર મેકિંગ, રંગોળી, કાર્ટુન જેવી ઇવેન્ટ્‌સમાં ભાગ લેશે
આ પ્રસંગે યુનિવર્સિટી કારોબારી સભ્ય દિલીપભાઇ ચૌધરી, શારીરિક શિક્ષણ નિયામક ચિરાગભાઈ પટેલ, યુનિવર્સિટીના રજીસ્ટાર ડૉ ડી એમ પટેલ, નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, પ્રોફેસર મીરાબેન તથા ભાવેશભાઈ પટેલ સહિત યુનિવર્સિટીના શૈક્ષણિક- વહીવટી સ્ટાફ અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *