Gujarat

૨ વર્ષની બાળકી એલઈડી બલ્બ ગળી જતાં સર્જરી કરીને બહાર કાઢ્યો

અમદાવાદ
૧૦મી ડિસેમ્બરે બે બાળકોને બાહ્ય પદાર્થ ગળી જવાની ફરિયાદ અને દુઃખાવા સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યાં હતાં.૨ વર્ષની જ્યોતિ જ્યારે રમકડા થી રમી રહી હતી ત્યારે રમત રમતમાં રમકડામાં લગાવેલ ન્ઈડ્ઢ બલ્બ ગળી ગઇ હતી. તેની માતા રાજકુમારીબેનને આ બાબતની જાણ થતા તેઓ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતાં. હોસ્પિટલમાં એક્સ-રે અને સી.ટી. સ્કેન કરાવવામાં આવ્યા જેમાં આ ન્ઈડ્ઢ બલ્બ શ્વાસનળીમાં ફસાઇ ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. આવા જ બીજા એક કિસ્સામાં મહેસાણાના હનુભાઇ વણઝારાની બે વર્ષની દિકરી હિનાને ત્રણ દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સ્થાનિક હોસ્પિટલમાં સી.ટી. સ્કેન કરાવતા ખબર પડી કે સીંગનો દાણો શ્વાસનળીમાં ફસાઇ ગયો છે. જેને અત્યંત જટીલ અને નિષ્ણાંત તબીબો જ સર્જરી દ્વારા દૂર કરી શકશે. જેના સારવાર અર્થે હીનાના પિતા બાળકીને સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા. જ્યાં ડૉ. મહેશ વાધેલા અને એનેસ્થેસિયા વિભાગના ડૉ. કિરન પટેલે આ જટીલ સર્જરી પાર પાડવાની જહેમત ઉપાડીને તેને સફળતાપૂર્વક પાર પાડી. જ્યારે ૨ વર્ષીય જ્યોતિની સમસ્યા અત્યંત જટીલ હોવાથી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ.રાકેશ જાેષી અને તેમની ટીમે એનેસ્થેસિયા વિભાગના ડૉ. સીમા ગાંધી ના સહયોગથી સમગ્ર સર્જરી હાથ ધરીને સફળતાપૂર્વક પાર પાડી હતી. ડૉ. રાકેશ જાેષી દરેક માતા-પિતાને પાંચ વર્ષથી નાના બાળકોને રમકડા, સંવેદનશીલ પદાર્થો થી દૂર રાખવા અનુરોધ કરે છે. આવા પદાર્થો બાળક જ્યારે ગળી જાય ત્યારે ઉપરોક્ત કિસ્સા મુજબ ઘણી વખત શ્વાસનળીમાં પ્રવેશે છે. જેનાથી બાળક ગંભીર મુશકેલીમાં મુકાઇ શકે છે. અગાઉ એસિડ અને અન્ય જવલંત પદાર્થો ભુલથી ગળી જવાના કિસ્સા પણ સામે આવતા હતા. આ તમામ પ્રકારની તકલીફોથી બચવા માટે સાવચેતી એ જ સલામતીને ધ્યાને રાખીને પોતાના બાળકની સારસંભાળ રાખવાની ડૉ. જાેષી સલાહ આપે છેઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નાના બાળકોના વિચિત્ર સર્જરીના કેસો સામે આવતા હોય છે. માતા પિતાની બેદરકારીને કારણે બાળકનો જીવ જાેખમાય છે તેવું આ કેસોમાંથી જાેવા મળે છે. અમદાવાદની બે વર્ષની બાળકી રમકડાં રમતી વખતે ન્ઈડ્ઢ બલ્બ ગળી ગઈ હતી. આ બલ્બ શ્વાસનળી સુધી પહોંચી ગયો હતો. ન્ઈડ્ઢ બલ્બના ઇલેક્ટ્રોડ્‌સના બંને છેડામાંથી એક છેડો જમણી બાજુના ફેફસામાં જ્યારે અન્ય છેડો શ્વાસનળીમાં ફસાઇ ગયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ ભારે જહેમત ઉપાડીને સર્જરી કરી બલ્બને બહાર કાઢ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *