Gujarat

૨૫ હજારની વસ્તી ધરાવતા તાલુકા કક્ષાના ગામની દયનીય સ્થિતિ આઝાદી બાદ પણ રાણપુર વિકાસ થી વંચિત શુ આવનારા સરપંચ વિકાસ કરશે ખરા..

ગ્રામ પંચાયતની અનેક ચુંટણીઓ આવી ને જતી રહી પણ રાણપુર ની સ્થિતિ એની એજ રહી..
ભારત દેશ આઝાદ થયા ને આટલા વર્ષો વિતી ગયા હોવા છતા તાલુકા કક્ષા નું એક ગામ હજી વિકાસ જંખે છે.બોટાદ જીલ્લા નું રાણપુર શહેર ૨૫૦૦૦ હજાર ની વસ્તી ધરાવતુ શહેર છે અને તાલુકા કક્ષા નું ગામ છે.રાણપુર શહેરના લોકોને વિકાસ શુ છે તે હજી સુધી ખબર જ નથી અને રાણપુરના લોકો ને વિકાસ જોવો હોય તો અન્ય શહેરો માં જવુ પડે છે.એનુ કારણ છે કે રાણપુર માં આઝાદી બાદ પણ વિકાસના નામે શુન્ય છે.રાણપુર તાલુકા કક્ષા નું ગામ છે રાણપુર તાલુકામાં ૩૬ ગામો આવેલ છે.રાણપુર માં ગ્રાપ પંચાયત નું રાજ છે.આગામી ૧૯ ડીસેમ્બરે રાણપુર ગ્રામ પંચાયતની ચુંટણી યોજાનાર છે.આવી તો અનેક ચુંટણીઓ આવી ને જતી રહી પણ રાણપુર ની સ્થિતિ એની એજ છે. આઝાદી મળ્યા ને આટલા વર્ષોબાદ પણ રાણપુર શહેરની ૨૫૦૦૦ ની વસ્તી પોતાના જીવન માં એકવાર રાણપુર નો વિકાસ જોવા માંગે છે.ત્યારે રાણપુર શહેરના લોકો આઝાદી બાદ આજદિન સુધી વિકાસ ની રાહ જોઈને બેઠા છે.શુ રાણપુર ગ્રામ પંચાયતની ચુંટણી માં સરપંચ તરીકે ચુંટાઈ આવનાર સરપંચ રાણપુર નો વિકાસ કરશે ખરા તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.છેલ્લા પાંચ વર્ષ થી રાણપુર ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ નું શાસન છે.પણ રાણપુરમાં વિકાસ ના નામે શુન્ય છે.ત્યારે રાણપુરના મતદારો વિચારી રહ્યા છે આજદિન સુધી રાણપુર નો વિકાસ નથી થયો તો શુ આ વખતે આપણે મત આપશુ તો આવનારા સરપંચ વિકાસ કરશે ખરા કે પછી આવાને આવા દિવસો જ રહેશે. રાણપુર માં તમામ વિસ્તારોમાં રોડ-રસ્તા,ગટરના પાણી,ગંદકી,પીવાના પાણી,રાત્રે રસ્તાઓ પર અંધારપટ સહીતની અનેક સમસ્યા રાણપુર માં ઘર કરી ગઈ છે.શુ આવનારા સરપંચ આ સમસ્યાઓ ઉકેલી શકશે.ત્યારે રાણપુર શહેરની ૨૫૦૦૦ હજાર પ્રજા આવનારા સરપંચ પાસે રાણપુર નો વિકાસ કરે તેવી આશા રાખી રહ્યા છે…
અહેવાલ:-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *