Gujarat

૭૦ વર્ષની મહિલાને ટેસ્ટટ્યૂબ દ્વારા બાળકને જન્મ આપ્યો

રાપર
ભુજની ખાનગી હોસ્પિટલમાં ડૉ.નરેશ ભાનુશાળીની મદદથી જીવુબેને આઇવીએફ ટ્રીટમેન્ટ શરૂ કરી હતી, જે થકી આખરે માતા બનવાની તેમની મનોકામના પૂરી થઈ છે. પોતે આ ઉંમરે પિતા બનતાં પ્રભુ અને ડોક્ટરનો આભાર માન્યો હતો. શેર માટીની ખોટ પૂરી કરતા પોતાના બાળકનું નામ પણ ‘લાલો’ રાખ્યું હતું. ૈંફહ્લ સારવાર ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ગર્ભાધાન કરવા માટેની એક કૃત્રિમ પદ્ધતિ છે. આ પ્રક્રિયાથી જન્મેલા બાળકને ટેસ્ટટ્યૂબ બેબી કહેવાય છે. આ પદ્ધતિમાં મહિલાના અંડ અને પુરુષના શુક્રાણુને લેબોરેટરીમાં એકસાથે રાખીને ફળદ્રુપ કરવામાં આવે છે. એ પછી ગર્ભને મહિલાના ગર્ભાશયમાં ખસેડવામાં આવે છે. નિષ્ણાતના મતે આઇવીએફ અને સરોગસી બંને ખાસ્સા અલગ છે. ૈંફહ્લમાં ગર્ભાધાન લેબમાં થાય છે, એ પછી એને માતાના ગર્ભાશયમાં ખસેડવામાં આવે છે. સરોગસીમાં લેબમાં કૃત્રિમ પદ્ધતિથી તૈયાર થયેલા ગર્ભને કોઈ બીજી મહિલાના ગર્ભાશયમાં ખસેડવામાં આવે છે. જાેકે આમાં શુક્રાણુ અને અંડ બંને માતા-પિતાના જ હોય છે.રાપર તાલુકાના મોરા ગામનાં ૭૦ વર્ષનાં જીવુબેન રબારીએ લગ્નનાં ૪૫ વર્ષ બાદ ટેસ્ટટ્યૂબ થકી બાળકને જન્મ આપ્યો છે. જીવુબેન અને તેમના ૭૫ વર્ષીય પતિ વાલજીભાઈ રબારી છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી સંતાન માટે ઝંખતાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *