માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી તેમજ મોબાઇલ ટેકનોલોજીના માધ્યમથી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ “ના અભીયાનની નવતર પહેલ કરવામા આવી છે.હાલના કોરોનાની મહામારીનાવિષમ સંજોગોમાં ફેસબુક,વ્હોટ્સએપ,ઇન્સ્ટાગ્રામ તથા વિડીઓ ગેમ્સ જેવી પ્રવૃતિમાં અત્યંત કીમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીતેક્રિયાશીલ કરવા અને રમત ગમતની પ્રવૃત્તિ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે.યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતેથાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ “ ફેસબુક તનામ ખેલાડીઓની વિગતો ઓડિયો /વિડીયો કલીપ રજુ કરી યુવાનોને રમત ગમતનીપ્રવૃતીઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવાનો પ્રયત્ન હાથ ધર્યો છે.
પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો ક્વીઝ ,ચિત્ર સ્પર્ધા ,ટેલીવીઝનતેમજ સોશિયલ મીડિયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યા
આ હેતુને સુચારૂ પાર પાડવા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર હસ્તકની લલિતકલા અકાદમી અને જિલ્લા યુવાવિકાસ અધિકારી જામનગર દ્વારા સંયુક્ત રીતે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે.જેમાં ૮ થી ૧૩ વર્ષના (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ ને )બાળકોને ધ્યાને રાખીને “મકર સંક્રાતિ“ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે.આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઈઝના (૮.૩” X૧૧.૭”) ડ્રોઈંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉનટીંગ કરાવ્યા બાદ જિલા રમત ગમત કચેરી જામનગર ખાતે તા.૦૩-૧૨-૨૦૨૧ થી ૨૪-૧૨-૨૦૨૧ સુધીમાં બપોર ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે. કૃતિ પાછળ સ્પર્ધકેપોતાનું નામ,સરનામું,મોબાઇલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે.તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકેઉમરના પુરાવા તરીકે (આધારકાર્ડ,જન્મ તારીખ દાખલો)ની ઝેરોક્ષ અને બેન્ક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ અચુક જોડવાનીરહેશે.આ સ્પર્ધામાં ૮ થી ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લઇ શકશે.આ સ્પર્ધામાંથી જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ-ત્રણ ચિત્ર જીલ્લા કક્ષાએ પસંદગી થયા બાદ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે.રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસદગી થશે.તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫૦૦૦,દ્રિતીયવિજેતાને રૂ.૧૫૦૦૦,તૃતીય વિજેતાને રૂ.૧૦૦૦૦/-એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓનેરૂ.૫૦૦૦(પ્રત્યેક)મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે.તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ)આપવામાં આવશે.જિલ્લા કક્ષા સ્પર્ધામાં કોઈ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી ૨૪/૧૨/૨૦૨૧ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જીલ્લાયુવા વિકાસ અધિકારી,જીલ્લા રમત ગમત કચેરી,જીલ્લા સેવા સદન-૪,રૂમ નં-૪૨, રાજ્પાર્ક પાસે,જામનગર ખાતે પહોચતા કરવાનારહેશે.સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીએથી મેળવી શકાશે.
