હરિયાણા
હરિયાણાના યમુનાનગર જિલ્લામાં પોતાના જ ઘરની છત પર પાણીની ટાંકીમાં એક ૧૭ વર્ષીય છોકરીનું શવ શંકાસ્પદ હાલતમાં ઊંધું પડેલું મળ્યું છે. આ ઘટના હરિયાણાના યમુનાનગર જિલ્લાની છે. પરિવારને તેની બાબતે એ સમયે જાણવા મળ્યું જ્યારે નળમાં પાણી આવવાનું બંધ થઈ ગયું. મૃતિકાની બહેનનું કહેવું માનીએ તો ટાંકીનું ઢાંકણ અરધું ખુલ્લુ અને અરધું બંધ હતું. ૧૭ વર્ષીય તન્નુ જે ઘરમાં રહેતી હતી તેના પહેલા માળ પર તેની બીજી બહેન પોતાના પતિ સાથે અલગ રૂમમાં રહેતી હતી અને મોટા ભાગે તે પોતાની માતા સાથે પોતાની બહેનની રૂમમાં મોડી રાત સુધી ટી.વી. જાેતી હતી. પરિવારનું કહેવું માનીએ તો ઘણી વખતે તે બહેનની રૂમમાં સૂઈ જતી હતી. ગત રાતે પણ તન્નુ પોતાની માતા સાથે પોતાની બહેનના ઘરે ટી.વી. જાેઈ રહી હતી અને પછી તેણે પોતાની માતાને કહ્યું કે તું જા હું અહીં જ સૂઈ જઈશ. સવારે જ્યારે તન્નુની માતાએ છત પર રહેતી દીકરીને કહ્યું કે તન્નુને નીચે મોકલ તો તેણે કહ્યું કે તન્નુ તો રાતે જ નીચે જતી રહી હતી. આ પહેલા કે પરિવાર કંઈ સમજી શકે પાણી આવવાનું બંધ થઈ ગયું. માતાએ નાની દીકરીને કહ્યું પાણીની ટાંકી ચેક કરીને આવ, કંઈક ફસાઈ ગયું ન હોય. જ્યારે નાની દીકરીએ પાણીની ટાંકીમાં જઈને જાેયું તો તેની ચીસો સાથે સંપૂર્ણ મામલાનો ખુલાસો થઈ ગયો. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને શવને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું. પોલીસને પ્રાથમિક તપાસમાં આ ઘટના આત્મહત્યાની લાગી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે પરિવારના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે અને બધા પહેલુંઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં શવને પરિવારજનોને સોંપવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આગામી કાર્યવાહી પર અમલ કરવામાં આવશે. મૃતિકાની માતા સુમન અને બહેને વિલાપ કરતા કહ્યું કે નળમાં પાણી ન આવવા પર પહેલા નાની બહેન છત પર ગઈ. ત્યારે તેણે કહ્યું કે ટાંકીમાં કંઈક પડ્યું છે જેથી પાણી બંધ પડ્યું છે. ત્યારબાદ ટાંકીમાં જાેયું તો ઊંધા મોઢે તેની બહેન તન્નુનું શવ પડેલું હતું. તેમને આશંકા છે કે તેની હત્યા થઈ છે અને ત્યારબાદ શવને ટાંકીમાં નાખવામાં આવ્યું છે. બીજી તરફ પોલીસ ટાંકીનું ઢાંકણ ખુલ્લુ હોવાની વાત કહી રહી છે. મૃતિકા તન્નુનો ભાઈ અને અન્ય પરિવારજનોએ જણાવ્યું કે તેમનો કોઈ સાથે વિવાદ નથી એ સિવાય તન્નુ કોઈ વાતથી પરેશાન પણ નહોતી. તેની બાજુમાં કટનું નિશાન હતું જેની તપાસની વાત કહેવામાં આવી રહી છે.