હરિયાણા
પંજાબના મુખ્યપ્રધાન ચરણજિતસિંહ ચન્નીએ શનિવારે મોટી જાહેરાત કરી હતી. તેમણે રેલવે પાટા પર ધરણાને મુદ્દે ખેડૂતો સામે થયેલા કેસ પાછા ખેંચવાના આદેશ કર્યા હતા. ચન્નીએ આરપીએફ વડાને પત્ર લખીને કેસ ઝડપથી પાછા ખેંચવા જણાવ્યું છે. કૃષિ કાયદાના વિરોધ માટે ખેડૂતોએ રેલવે વ્યવહાર રોકતાં આ કેસ થયા હતા.કેન્દ્ર સરકાર દ્વારા ડાંગરની ખરીદી વિલંબથી શરૂ કરવા ર્નિણય લેવાતાં રોષે ભરાયેલા ખેડૂતોએ મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરના તેમ જ સાંસદો અને વિધાનસભ્યોના નિવાસ બહાર વિરોધ પ્રદર્શન માટે એકઠા થવાનું શરૃ કર્યાના કલાકો બાદ હરિયાણાના મુખ્યપ્રધાને જાહેરાત કરી હતી કે ડાંગરની ખરીદી રવિવારથી જ શરૃ થશે. આ પહેલાં હરિયાણા સરકારે ૧૧ ઓક્ટોબરથી ડાંગરની ખરીદી શરૃ કરવાની જાહેરાત કરી હતી. ખેડૂત પ્રશ્નનું સમાધાન શોધવા હરિયાણાના મુખ્યપ્રધાન અને કૃષિ પ્રધાન બપોરે દિલ્હી પહોંચ્યા હતા. કેન્દ્રીય પ્રધાનો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી મુખ્યપ્રધાન ખટ્ટરે સરકાર દ્વારા ડાંગરની ખરીદી રવિવારથી જ શરૃ કરવાની જાહેરાત કરી હતી. આ પહેલાં ખેડૂતોએ પાક ખરીદીમાં વિલંબને મુદ્દે વિરોધ નોંધાવતા ખેડૂત સંગઠનોએ શનિવારે રાજ્યના વિધાનસભ્યો અને સાંસદોના નિવાસે દેખાવો કર્યા હતા. સાંસદો અને વિધાનસભ્યોના ઘર સુધી પહોંચવા તેમણે બેરિકેડ્સ પણ તોડી નાખ્યા હતા. ખેડૂતોએ કરનાલમાં મુખ્યપ્રધાન મનોહર ખટ્ટરના સરકારી નિવાસ સુધી પહોંચવા પણ બેરિકેડ્સ તોડયા હતા. પોલીસે તેમને વેરવિખેર કરવા વોટર કેનનો મારો ચલાવ્યો હતો. ખેડૂતોએ મુખ્યપ્રધાનના નિવાસને ઘેરાવ કરી લીધો હતો. ખેડૂતો નિવાસ સામે જ રસ્તા પર ધરણા પર બેસી ગયા હતા. કુરુક્ષેત્ર, યમુનાનગર સહિત અનેક જિલ્લામાં ખેડૂતોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. પંચકુલામાં પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. ખેડૂતો ડાંગર ભરેલા ટ્રેક્ટર ટ્રોલી લઈને ભાજપના નેતા જ્ઞાાનચંદ ગુપ્તાના નિવાસને ઘેરાવો કરવા પહોંચ્યા હતા. અમૃતસરમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન ઓ.પી.સોની તેમ જ જાલંધર કેન્ટમાં શિક્ષણ પ્રધાન પરગટસિંહના નિવાસ સામે પણ ખેડૂતોએ દેખાવો કર્યા હતા. પરગટસિંહ ઘેર ના મળતાં ખેડૂતો ર્સિકટ હાઉસ પહોંચ્યા હતા. પરગટસિંહે કહ્યું હતું કે, ડાંગરની ખરીદીમાં કેન્દ્ર સરકાર વિલંબ કરી રહી છે. પંજાબ સરકારે સરકારી બજારોમાં ખરીદીની પૂરી વ્યવસ્થા કરેલી છે અને બારદાનોની પણ કમી નથી. ખેડૂત સંગઠનોએ હિસારમાં હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલા સહિત ભાજપના વિધાનસભ્યોના નિવાસે પહોંચીને પણ દેખાવો કર્યા હતા. પાક ખરીદીમાં થઈ રહેલા વિલંબના વિરોધમાં તેમણે કપાસ, બાજરા, ડાંગરની ઊપજના અવશેષો વિધાનસભ્યોના ઘર પર ફેંક્યા હતા. હિસારમાં નાયબ સ્પીકર રણવીર ગંગવા સહિતના સંખ્યાબંધ વિધાનસભ્યોના નિવાસ બહાર દેખાવો થયા હતા.
