Jammu and Kashmir

કાશ્મીર હંમેશા ભારતનો જ હિસ્સો રહેશે ઃ ફારુખ અબ્દુલ્લા

જમ્મુકાશ્મીર
આતંકી હુમલામાં તાજેતરમાં માર્યા ગયેલા શ્રીનગરની સ્કૂલના આચાર્ય સુપિન્દર કોરને શ્રધ્ધાંજલી આપવા માટે ગયેલા ફારુખ અબ્દુલ્લાએ ઉપરોક્ત વાત કરી હતી. જાેકે ફારુખ અબ્દુલ્લા અગાઉ કલમ ૩૭૦ હટાવાઈ ત્યારે ભારત સરકાર પર રોષે ભરાયા હતા અને તેમણે કહ્યુ હતુ કે, જરૂર પડે તો ચીનની મદદથી પણ કાશ્મીરમાં કલમ ૩૭૦ લાગુ કરવામાં આવશે.જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાના તેવર બદલાયેલા દેખાઈ રહ્યા છે. કલમ ૩૭૦ હટાવવાના વિરોધમાં જાત જાતના નિવેદનો આપનાર અને ચીનની મદદ માંગવાની વાત કરનારા ફારુખ અબ્દુલ્લાએ હવે કહ્યુ છે કે, મને ભલે ગોળી મારી દેવામાં આવે પણ કાશ્મીર ભારતનો જ હિસ્સો રહેશે અને ક્યારેય પાકિસ્તાનનો હિસ્સો નહીં બને.

Farukh-Abdulla-Image.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *