શ્રીનગર
કાશ્મીર ઘાટી આવનારા દિવસોમાં ભારતને વિશ્વ શક્તિ બનાવવામાં મદદ કરશે. પોતાના સંબોધન દરમિયાન અમિત શાહે પોતાના મંચ પર જે બુલેટ પ્રૂફ ગ્લાસ લગાવવામાં આવ્યા હતા તેને હટાવી લેવા કહ્યું હતું, જેથી બાાદમાં તેને હટાવી લેવામાં આવ્યા હતા. બાદમાં અમિત શાહે કહ્યંુ કે મને બહુ ટોણા મારવામાં આવ્યા છે. બહુ જ આકરા શબ્દોમાં મારી ટીકા કરવામાં આવી છે. હું આજે તમારી સામે ખુલીને વાત કરવા માગુ છું. તેથી હું બુલેટ પ્રૂફ ગ્લાસ વગર જ તમારી સાથે વાતચીત કરવા માગુ છું. નેશનલ કોન્ફરંસના અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા વિશે ટોણો મારતા અમિત શાહે કહ્યું કે હું અખબારોમા ંવાંચુ છું કે ફારૂક સાહેબે મને સલાહ આપી છે કે ભારત સરકારે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જાેઇએ. પણ હું તેમને કહેવા માગુ છું કે પાકિસ્તાન નહીં હું કાશ્મીરના યુવાઓની સાથે વાતચીત કરવા માગું છું.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. તેઓએ કહ્યું હતું કે હું પાકિસ્તાન નહીં કાશ્મીરીઓ અને અહીંના યુવાઓની સાથે વાતચીત કરવાનું વધુ પસંદ કરીશ. શાહે આ નિવેદન ફારૂક અબ્દુલ્લાની એ સલાહ પર આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે સરકારે પાકિસ્તાનની સાથે વાતચીત કરવી જાેઇએ. સોમવારે અમિત શાહની કાશ્મીર મુલાકાતનો ત્રીજાે દિવસ હતો. શ્રીનગરમાં તેઓ સોમવારે પહોંચ્યા હતા, અહીં તેઓએ જનસભાને સંબોધી હતી. આ દરમિયાન પહેલા તેઓએ જમ્મૂ કાશ્મીરમાં ભાજપ સરકારની જે પણ યોજનાઓ છે તેના વખાણ કર્યા હતા.