ગુલમર્ગ
હિમવર્ષાની વચ્ચે ગુલમર્ગ રોડ પર આ દુર્ઘટના ઘટી છે. આ ભયાનક દૃશ્યો કોઈ કારચાલકના કેમેરામાં કેમેરામાં કેદ થયા છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, રસ્તો બરફથી ઢંકાયેલો છે અને ્ૐછઇ ગાડી જઈ રહી છે. આગળ કેટલાક વાહનો છે અને ટર્નમાં કેટલાક ટૂરિસ્ટ્સ ઉભેલા છે. આ સમયે જ ્ૐછઇ ટર્ન લે છે અને અચાનક અનિયંત્રિત થઈ જાય છે. જાેતજાેતામાં ગાડી બરફમાં લપસીને સીધી ખીણમાં ખાબકે છે.આ દુર્ઘટનાને નજરે જાેનારા લોકો ચીસો પાડી જાય છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં એવું સાંભળી શકાય છે કે, ખીણમાં પડેલી ગાડીમાં એક વ્યક્તિ હતી. જાે કે રિપોર્ટ મુજબ કારમાં સવાર બન્ને લોકો કૂદી જતાં તેમના જીવ બચી ગયા છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આ ભયાનક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો પરથી સમજી શકાય છે કે, બરફવર્ષા વખતે ઘાટીના રોડ પર વાહનો ચલાવવામાં કેટલું જાેખમ છે.
