Jammu and Kashmir

જમ્મુકાશ્મીર કોંગ્રેસમાં ૭ લોકોના રાજીનામા આપ્યા

શ્રીનગર
રાજીનામુ આપનારા નેતાઓમાં ચાર પૂર્વ મંત્રી અને ત્રણ ધારારાસભ્યોનો સમાવશ થાય છે.જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી બે જૂથ પડી ગયા છે અને હવે તેમના મતભેદો સપાટી પર આવી ગયા છે.કોંગ્રેસ હાઈકમાન્ડ એક રાજ્યમાં અસંતોષને માંડ શાંત કરે છે તો બીજા રાજ્યમાં વિખવાદ શરુ થઈ જાય છે. હવે જમ્મુ કાશ્મીર કોંગ્રેસમાં પણ ઘમાસાણ શરુ થયુ છે.કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદાની છાવણીના મનાતા કેટલાક નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. આ નેતાઓના જુથે આરોપ લગાવ્યો છે કે, રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ જી એ મીરના કારણે રાજ્યમાં કોંગ્રેસ નબળી પડી રહી છે.આ જુથે પોતાના રાજીનામાની કોપી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *