જમ્મુકાશ્મીર
જમ્મુ ક્ષેત્રમાં ૬ બેઠક વધારવાની અને કાશ્મીર ખીણમાં એક બેઠક વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જાે આ દરખાસ્ત મંજૂર થશે તો જમ્મુ ક્ષેત્રને રાજકીય આધાર મળશે અને રાજ્યના સીએમ નક્કી કરવામાં આ પ્રદેશની ભૂમિકા મહત્વની બની જશે. અગાઉ, કાશ્મીર ખીણમાં બેઠકોની સંખ્યા વધુ હોવાને કારણે, ફક્ત તે પ્રદેશનું જ વર્ચસ્વ રહેતુ હતું. સોમવારે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહ સિવાય બીજેપીના અન્ય સાંસદ જુગલ કિશોર હાજર હતા.જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી કમિશનરને સીમાંકન પંચમાં સામેલ કરવામાં આવ્યા છે. કમિશનને ૬ માર્ચ સુધીમાં તમામ બેઠકોનુ સીમાંકન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની સીટો અને તેની સીમા નક્કી થયા બાદ જ ચૂંટણી યોજાશે. જાે કે, રાજ્યના બિન-ભાજપ પક્ષોએ આ કમિશન પર ઘણી વખત સવાલો ઉઠાવ્યા છે. તાજેતરમાં મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીએ કહ્યું હતું કે અમને સીમાંકન આયોગમાં કોઈ વિશ્વાસ નથી કારણ કે તે ભાજપના એજન્ડા પર કામ કરી રહ્યું છે. ‘જ્યાં સુધી સીમાંકન આયોગની વાત છે, તે ભાજપનું કમિશન છે. તેમનો ઉદ્દેશ્ય લઘુમતી લોકોને બહુમતી સામે ઉભા કરીને, પ્રદેશના લોકોને નબળા પાડવાનો છે. તેઓ ભાજપને ફાયદો થાય તે રીતે વિધાનસભાની બેઠકો વધારવા માંગે છે. એટલું જ નહીં, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા, નિવૃત્ત જસ્ટિસ હસનૈન મસૂદી અને મોહમ્મદ અકબર લોન પણ આજની બેઠકમાં સામેલ હતા. આ બેઠક દિલ્હીની અશોક હોટલમાં યોજાઈ હતી. જાે પંચની ભલામણો સ્વીકારવામાં આવે તો જમ્મુમાં વિધાનસભા બેઠકોની સંખ્યા વધીને ૪૩ થઈ જશે, જ્યારે કાશ્મીર ખીણ પ્રદેશમાંથી વિધાનસભા બેઠકોની સંખ્યા ૪૭ થઈ જશે. આ રીતે, બંને પ્રદેશો વચ્ચે બેઠકોનો તફાવત ઘટીને માત્ર ૪ બેઠકનો થઈ જશે. કુલ બેઠકોમાંથી આદિવાસી સમુદાય માટે ૯ અને દલિત સમુદાય માટે ૭ બેઠકો અનામત રાખવાનો પણ પ્રસ્તાવ છે. સંબંધિત સભ્યોને ૩૧ ડિસેમ્બર સુધીમાં તેમના સૂચનો રજૂ કરવા જણાવાયું છે.