શ્રીનગર
શ્રીનગરના રૈનાવારીમાં, ચેકપોઇન્ટ પર ફરજ પર તૈનાત પોલીસ અધિકારીને લોડિંગ રિક્ષાએ ટક્કર મારતા તેમનું મોત નિપજ્યું હતું. આ પોલીસ અધિકારી સાથે એક મહિલા પણ રિક્ષાની અડફેટે આવી હતી, પરંતુ સદનસીબે તે બચી ગઈ હતી.ચેકપોઈન્ટ નજીક હાજર અન્ય પોલીસ કર્મચારીઓ ઘાયલ પોલીસ અધિકારીને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ રોડ અકસ્માતમાં માર્યા ગયેલા પોલીસ અધિકારીનું નામ ઈફ્તિખાર હતું. પોલીસે રિક્ષા કબજે કરી તેના ચાલકને કસ્ટડીમાં લીધો છે. જાેકે, અડધી મિનિટના ફૂટેજ જાેતા સવાલ એ થાય છે કે જ્યારે પાછળથી આવતી કાર ઉભી રહી તો રિક્ષાચાલક કેમ રાકાયો નહીં. તે શા માટે નાની જગ્યામાં પુરપાટ ઝડપે નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો?સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પરથી જણાય છે કે રિક્ષાચાલકે જાણીજાેઈને રોડ પર ટક્કર મારી હતી. જાેકે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. રિક્ષાચાલકને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યું છે. જાહેર કરાયેલા ફૂટેજમાં જાેવા મળે છે કે રૈનાવારીમાં રોડના ચેકપોઇન્ટ પર એક કાર ઉભી રહે છે. તે કારની પાછળ બીજી કાર ઉભી રહે છે. આગળની કારનો ડ્રાઈવર ત્યાં હાજર પોલીસ અધિકારી સાથે કઈક વાત કરી રહ્યો છે. આ વાતચીત દરમિયાન જ એક ઓટો પૂરઝડપે પસાર થાય છે અને પોલીસ અધિકારી તથા એક મહિલાને ટક્કર મારે છે. રિક્ષાની ટક્કર વાગતા જ પોલીસ અધિકારી રોડ પર બેભાન થઈ ઢળી પડે છે. સદનસીબે મહિલા બચી જાય છે.
