,શ્રીનગર
થોડા દિવસો પહેલા દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તેમની પાસેથી બે પિસ્તોલ, બે મેગેઝીન, પિસ્તોલના સાત રાઉન્ડ, એક ગ્રેનેડ અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી હતી. બુધવારે મોડી રાત્રે કુલગામ જિલ્લાના રેડવાની ગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. તેના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને, ર્જીંય્એ સેનાની એક રાષ્ટ્રીય રાઈફલ્સ અને ઝ્રઇઁહ્લની ૧૮૮ બટાલિયન સાથે મળીને વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આઈજીપી કાશ્મીર વિજય કુમારે સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવા અને પ્રોફેશનલ રીતે ઓપરેશન હાથ ધરવા માટે સુરક્ષા દળોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે સૌથી મોટી વાત એ છે કે ઓપરેશનમાં કોઈ જાનહાનિ થઈ નથી. સુરક્ષા દળો માટે આ એક મોટી સફળતા છે. શ્રીનગરના હરવાન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો. એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસ અને ઝ્રઇઁહ્લની સંયુક્ત ટીમે હરવાન વિસ્તારને ઘેરી લીધો હતો. અધિકારીએ કહ્યું, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે માર્યા ગયેલા આતંકવાદી વિદેશી હોવાનું જણાય છે, જાે કે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ અંગેની સંપૂર્ણ વિગતો હજુ સ્પષ્ટ નથી. પોલીસે જણાવ્યું કે બંને આતંકવાદીઓની ઓળખ કુજ્જર ફ્રિસલના અમીર બશીર ડાર અને સુરસાનો હાટીપોરાના આદિલ યુસુફ તરીકે થઈ છે. પોલીસ રેકોર્ડ મુજબ, લશ્કરના બંને આતંકવાદીઓ સુરક્ષા દળો પર હુમલા અને સ્થાનિક લોકો પર અત્યાચાર સહિત અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. કાશ્મીર ઝોન પોલીસે ટિ્વટ કરીને આ સંબંધમાં માહિતી આપી છે. સુરક્ષા દળોએ એક ઇનપુટના આધારે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આજે વહેલી સવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું અને થોડી જ વારમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. સુરક્ષા દળો માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ કરવામાં રોકાયેલા હતા અને તે જ સમયે વિસ્તારમાં સતર્કતા રાખવામાં આવી રહી હતી.
