Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરમાં એનઆઈએના ૧૧ સ્થળે દરોડા

શ્રીનગર, તા
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં બે સ્થળ પર દ્ગૈંછએ પાકિસ્તાન સ્થિત લશ્કરની શાખા, ધ રેસિસ્ટેન્સ ફ્રન્ટ (ટીઆરએફ) વિરૂદ્ધ એક નવા કેસના સિલસિલામાં દરોડા પાડ્યા. એનઆઈએએ આ દરમિયાન વધુ પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી. ધરપકડ કરાયેલા આતંકીઓની ઓળખ મોહમ્મદ હનીફ ચિરાલૂ, હફીઝ, ઓવૈસ દાર, મતીન ભટ અને આરિફ ફારૂક ભટ તરીકે થઈ. આ કેસ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિજબુલ મુઝાહિદ્દીન, અલ બદર અને તેમના સહયોગીઓના કેડર દ્વારા જમ્મુ-કાશ્મીર અને અન્ય પ્રમુખ શહેરોમાં હિંસક આતંકવાદી કૃત્યને અંજામ આપવાના ષડયંત્ર રચવા સંબંધિત છે.જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં જ થયેલા આતંકી હુમલાનુ ષડયંત્ર રચવાના મામલે એનઆઈએએ ૧૧ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડા હેઠળ શ્રીનગર, બારામુલા, પુલવામા, અવંતીપોરા, સોપોર અને કુલગામમાં તપાસ ચાલુ છે. અગાઉ ૧૦ ઓક્ટોબરે પણ દ્ગૈંછએ જમ્મુ-કાશ્મીરમાં ૧૬ સ્થળ પર દરોડા પાડ્યા હતા. દ્ગૈંછએ કુલગામ, બારામુલા, શ્રીનગર, અનંતનાગમાં કાર્યવાહી કરી હતી. ટીઆરએફના કમાન્ડર સજ્જાદ ગુલના ઘરે પણ અધિકારીઓએ દરોડા પાડ્યા. ૈંઈડ્ઢની જપ્તીના સંબંધમાં જમ્મુ-કાશ્મીરમાં ૧૬ સ્થળ પર કાર્યવાહી થઈ. જેમાં એઝાઝ અહેમદ ટાક પુત્ર ગુલામ મોહમ્મદ ટાક, મુદાસિર અહેમદ અહંગર પુત્ર ગુલામ મોહિઉદ્દીન અહંગર, નસીર મંજૂર મીર પુત્ર મંજૂર અહેમદ મીર અને જુનૈદ હુસૈન ખાન પુત્ર મોહમ્મદ હુસૈન ખાનને અચબલ થાણા લઈ જવાયા અને તેમની પૂછપરછ કરવામાં આવી. અગાઉ દ્ગૈંછએ જમ્મુ-કાશ્મીરમાં આતંકી સંબંધી ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા મંગળવારે ૧૬ સ્થળ પર દરોડા પાડ્યા હતા. દ્ગૈંછએ આ દરોડો લશ્કર-એ-તૈયબા (એલઈટી), જૈશ-એ-મોહમ્મદ (જેએમ), હિજ્બ-ઉલ-મુઝાહિદ્દીન (એચએમ), અલ બદ્ર, ધ રેસિસ્ટેન્સ ફ્રન્ટ (ટીઆરએફ), પીપલ અગેંસ્ટ ફાસિસ્ટ ફોર્સેજ (પીએએફએફ), મુઝાહિદ્દીન ગજવતુલ હિંદ (એમજીએચ) સહિત વિભિન્ન આતંકી સંગઠનના ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે માર્યો હતો. સૂત્રો અનુસાર ૧૦ ઓક્ટોબરે નવા કેસ નોંધવામાં આવ્યો હતો, જે બાદ એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા.

NIA.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *