જમ્મુ-કાશ્મીર
આતંકવાદીઓએ શુક્રવારે બાંદીપોરા જિલ્લાના ગુલશન ચોક પર તૈનાત પોલીસ પાર્ટીને નિશાન બનાવી હતી. જેમાં બે પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓના આ હુમલામાં બે પોલીસકર્મીઓ ગોળી વાગી છે. જેમને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના મોત નિપજ્યાં. હુમલા બાદ તરત જ આતંકવાદીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. ઘટના બાદ અફરા-તફરી મચી ગઈ હતી. સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે. પોલીસ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓએ નાકાબંધી પર તૈનાત પોલીસ જવાનો પર ગોળીબાર કર્યો છે. જેમાં બે પોલીસ જવાન શહીદ થયા છે. આ અચાનક હુમલા બાદ ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ ગઈ છે. જ્યારે અન્ય કર્મચારીઓને ઈજા પહોંચી હોવાના અહેવાલ છે.
