કર્ણાટક
પૂજ્ય નિમળાનંદજી મહારાજે પોતાના બે દિવસના રોકાણ દરમિયાન સમગ્ર જીય્ફઁ કેમ્પસની મુલાકાત લીધી હતી. હોલિસ્ટિક હોસ્પિટલ, ગૌશાળા, સ્કુલ, હોસ્ટેલ, પાઠશાળા, સંતત્તિવાસ વગેરે ભવનોનું નિરિક્ષણ કરીને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.કર્ણાટક રાજ્યમાં અદિચુનચુનગીરી મઠ ખૂબ પ્રસિદ્ધ છે. આ મઠ સાતસો વષ જૂનો છે. આ મઠ સાથે લાખો અનુયાયીઓ જાેડાયેલા છે. નાથ સંપ્રદાયનો આ મઠના પીઠાધિપતિ પરમ પૂજ્ય નિમંળાનંદજી મહારાજ જીય્ફઁ ગુરુકુલની મુલાકાતે પધાયાં હતા. સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ મહારાજશ્રીનું સ્વાગત-પૂજન કર્યું હતું. સાથે આર્ષ વિદ્યામંદિર રાજકોટના અધ્યક્ષ પૂજ્ય પરમાત્માનંદજી મહારાજ પણ પધાર્યાં હતા. પૂજ્ય ન્મિળાનંદજી મહારાજની નિશ્રામાં આદિચુનચુનગીરીના મઠ દ્વારા એંસી હજારથી વધારે વિધાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. પાંચ હજાર અનાથ બાળકોની સંભાળ રાખવામાં આવે છે. મોટી સંખ્યામાં સ્કુલો તથા કોલેજાે તથા સંસ્કૃત પાઠશાળાનું સંચાલન થાય છે. આ ઉપરાંત આયુર્વેદિક તથા એલોપથી હૉસ્પિટલ દ્વારા દર્દીનારાયણ તથા દરિદ્રનારાયણની પણ ખુબ મોટા પ્રમાણમાં સેવાઓ થાય છે.