કર્ણાટક
દેશ ના અમુક રાજ્યો માં કોરોનાએ ફરી માથું ઊંચક્યું હોય એવું દેખાઈ રહ્યું છે, કર્ણાટકની ધારવાડ મેડિકલ કોલેજમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સંખ્યા વધીને ૨૮૧થી ૩૦૬ થઈ છે. ડ્ઢસ્ નિતેશ પાટિલે કહ્યું હતું કે હજી કેટલાક સેમ્પલ્સનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ આંકડો વધી શકે છે.
કોરોના ના નવા કેસો માં વધારો થતા કોલેજ કેમ્પસ ની અંદર બે હોસ્ટેલને સીલ કરવામાં આવી છે. સંક્રમિત વિદ્યાર્થીઓને તેમના હોસ્ટેલના રૂમમાં સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કેમ્પસમાં લોકોની અવરજવરને બંધ કરવામાં આવી છે. ૧૭ નવેમ્બરે કોલેજમાં ફ્રેશર્સ પાર્ટીનું આયોજન થયું હતું, તેનાથી જ કોરોના ફેલાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જાેકે સંક્રમિતો ફુલ્લી વેક્સિનેટેડ હોવાના કારણે કોઈ ગંભીર કેસ મળ્યો નથી.
