કર્ણાટક
વિધાનસભામાં ખેડૂતોના મુદ્દાઓ પર થઈ રહેલી ચર્ચામાં બાગ લેવા માટે સ્પીકર વિશ્વેશ્વર હેગડે કાગેરી પાસે સમય માંગ્યો હતો. તે દરમિયાન સ્પીકરે કહ્યું કે જાે દરેકને સમય આપવામાં આવે તો આ સત્ર કેવી રીતે ચાલશે. વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી પાસે સમય ઓછો હતો અને સાંજે ૬ વાગ્યા સુધીમાં ચર્ચા પૂરી કરવી પડી તેમ હતુ. જ્યારે ધારાસભ્યો સમય વધારવાની વિનંતી કરી રહ્યા હતા. ત્યારે અધ્યક્ષે હસીને કહ્યું, ‘હું એવી સ્થિતિમાં છું જ્યાં મારે મજા લેવાની છે અને હા, હા. બરાબર છે તેમ કહેવાનુ છે. મારે ગૃહની પરિસ્થિતિને નિયંત્રિત કરવાનુ બંધ કરવું જાેઈએ અને કાર્યવાહી વ્યવસ્થિત રીતે આગળ ચાલવી જાેઈએ. મારે દરેકને કહેવું જાેઈએ કે તમે તમારી વાતને ચાલુ રાખો. સ્પીકર વિશ્વેશ્વર હેગડે કાગેરીએ કહ્યું કે તેમની ફરિયાદ માત્ર એટલી જ છે કે ગૃહનું કામકાજ નથી થઈ રહ્યુ. પૂર્વ મંત્રી રમેશ કુમારે દરમિયાનગીરી કરી અને કહ્યું, “જુઓ, એક કહેવત છે – “જ્યારે બળાત્કાર થાય છે, ત્યારે સૂઈ જાઓ અને મજા કરો.” તમે પણ એવી જ હાલતમાં છો. આ સમગ્ર ઘટનામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ અધ્યક્ષ રમેશ કુમારે ગૃહમાં કરેલ વિવાદાસ્પદ ટિપ્પણી બાબતે, તેમની સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવાને બદલે, અધ્યક્ષ પોતે જ હસવા લાગ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રમેશ કુમારે આવી અભદ્ર ટિપ્પણી પહેલીવાર કરી હોય તેવુ નથી. જ્યારે તેઓ કર્ણાટક વિધાનસભાના સ્પીકર હતા ત્યારે તેમણે પોતાની સરખામણી બળાત્કાર પીડિતા સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે મારી હાલત બળાત્કાર પીડિતા જેવી છે. બળાત્કાર એક જ વાર થાય છે. જાે તમે એ વાતને ત્યાં છોડી દો તો. પરંતુ જ્યારે તમે ફરિયાદ કરો છો કે બળાત્કાર થયો છે, ત્યારે આરોપીને જેલમાં ધકેલી દેવામાં આવે છે. પરંતુ તેના વકીલ પૂછે છે કે બળાત્કાર કેવી રીતે થયો ? આ ક્યારે અને કેટલી વાર થયો ? બળાત્કાર એક જ વાર થાય છે પણ કોર્ટમાં બળાત્કાર ૧૦૦ વાર થાય છે. આવી મારી હાલત છે.કર્ણાટક વિધાનસભાના પૂર્વ સ્પીકર અને કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય કે આર રમેશ કુમારે ગુરુવારે વિધાનસભામાં બળાત્કારને લઈને ખૂબ જ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. કે આર રમેશ કુમારે ગૃહમાં વિવાદાસ્પદ નિવેદન કરતા કહ્યુ કે, જ્યારે બળાત્કાર થવાનો જ હોય ??ત્યારે સૂઈ જાઓ અને મજા કરો. આ નિવેદન સમયે વિધાનસભા ગૃહમાં પૂર અને તેના કારણે થતા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી. આ ચર્ચામાં ઘણા ધારાસભ્યો તેમના મતવિસ્તારની સમસ્યાઓ રજુ કરી રહ્યા હતા.