Kerala

કેરળમાં કોરોના વકર્યો ઃ ફરીથી ૫ હજારથી વધુ કેસ નોંધાયા

કેરળ,
કેરળ સરકારની પ્રેસ રીલિઝ પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોમાં ૫૭ લોકોના મોત થયા છે. જ્યારે કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન્સ પ્રમાણે કોરોનાના કારણે ૩૧૩ લોકોના મોત નોંધાયા છે. આ મૃત્યુઆંકને લઈ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. કેરળમાં હજુ પણ ૧,૮૪,૫૮૧ લોકો સર્વેલાન્સમાં છે અને ૧,૭૯,૫૩૧ લોકો ક્વોરેન્ટાઈન છે. આ તરફ ઓડિશાની ૨ શૈક્ષણિક સંસ્થાઓની ૮૨ વિદ્યાર્થીનીઓ કોરોના સંક્રમણનો ભોગ બની છે. કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રહેલા મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૭૬૬ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૯૨૯ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજસ્થાનમાં છેલ્લા ૨૪ કલાકની અંદર કોરોના વાયરસના ૨૩ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના નવા કેસની ઝડપ ઘટી રહી છે ત્યારે કેરળના તાજેતરના હેલ્થ બુલેટિનના કારણે ફરી એક વખત ટેન્શનમાં વધારો થયો છે. કેરળના મંગળવારે સાંજે જાહેર કરવામાં આવેલા બુલેટિન પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૪,૯૭૨ નવા કેસ નોંધાયા છે અને ૩૭૦ લોકોના મોત થયા છે. આ કેરળમાં છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવેલો ઉછાળા સમાન આંકડો છે. કેરળમાં સોમવારે કોરોનાના ૩,૬૯૮ કેસ સામે આવ્યા હતા. ભારતના આ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૫૦,૯૭,૮૪૫ કેસ નોંધાઈ ચુક્યા છે. કેરળના ૧૪ જિલ્લાઓમાં તિરૂવનંતપુરમ ખાતેથી સૌથી વધારે ૯૧૭ કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ ત્રિશૂર ખાતેથી ૬૧૯ અને કોઝિકોડ ખાતેથી ૫૨૭ કેસ સામે આવ્યા છે.

Corona-in-Kerala.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *